Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં કિયારા અડવાણી અને વિકી કૌશેલે પોતાની પર્સનલ લાઈફ ને લઈને કર્યા ઘણા ખુલાસા,વાયરલ થયો શોનો નવો પ્રોમો

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 હાલ ચર્ચામાં છે આ શો માં બી ટાઉન ના સેલેબ્સ ઘણા ખુલાસા કરતા જોવા મળે છે. હવે આ કડી માં વિકી કૌશલ અને કિયારા અડવાણી નું નામ પણ સામેલ થઇ ગયું છે. કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે.

koffee with karan 8 vicky kaushal and kiara advani big revelation on their personal life

koffee with karan 8 vicky kaushal and kiara advani big revelation on their personal life

News Continuous Bureau | Mumbai 

Koffee with karan 8: કરણ જોહર તેના શો કોફી વિથ કરણ 8 ને લઈને ચર્ચામાં છે. આ શો માં અત્યારસુધી દીપિકા-રણવીર, સની-બોબી દેઓલ, સારા અલી ખાન- અનન્યા પાંડે, આલિયા-કરીના,કાજોલ-રાની,સિદ્ધાર્થ-વરુણ  જેવા કલાકાર ગેસ્ટ તરીકે આવી ચુક્યા છે અને આ દરમિયાન તેઓ એ ઘણા ખુલાસા પણ કર્યા હતા હવે આ કડી માં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે છે વિકી કૌશલ અને કિયારા અડવાણી.હવે કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં બંને સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફ ને લઈને ખુલાસા કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

કોફી વિથ કરણ 8 નો નવો પ્રોમો 

આ સપ્તાહ નો કોફી વિથ કરણ નો એપિસોડ મજેદાર બનવાનો છે.કરણ જોહરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શો નો નવો પ્રોમો શેર કર્યો છે. વિકી અને કિયારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રોમો માં કિયારા એ જણાવ્યું કે તેને સિદ્ધાર્થ એ ક્યારે પ્રપોઝ કર્યું હતું. કિયારા એ કહ્યું, ‘જ્યારે તેઓ રોમથી આવ્યા હતા અને સિદ્ધાર્થ અને વિકી આ શોમાં સાથે આવ્યા હતા. આ પહેલા સિદ્ધાર્થે કિયારાને પ્રપોઝ કર્યું હતું. આ ખુલાસો સાંભળીને કરણ પણ ચોંકી ગયો. આ ઉપરાંત વિકી કૌશલે કહ્યું કે કેટરીના કૈફ મને ‘બૂબુ, બેબી અને આય’ જેવા નામથી બોલાવે છે. આ રીતે આ શો માં બંને પોતાની પર્સનલ લાઈફ ને લઈને ખુલાસા કરતા જોવા મળશે. 


તમને જણાવી દઈએ કે, આ પહેલા વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ‘કોફી વિથ કરણ 8’માં જોવા મળ્યા હતા. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણી સાથે વિકી કૌશલ જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમેલો નવો દાવ તેના પર પડ્યો ભારે, ટ્વીટર પર ઉઠી આવી માંગ

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version