News Continuous Bureau | Mumbai
Koffee with karan season 8: કરણ જોહર નો ચેટ શો ‘કોફી વિથ કરણ’ સીઝન 8 જલ્દી જ શરૂ થવાનો છે. હવે ‘કોફી વિથ કરણ’નો એક વીડિયો લીક થયો છે. જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની મસ્તી જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જોડી કોફી વિથ કરણ ની પહેલી સેલેબ્રીટી ગેસ્ટ છે. જે આ ચેટ શો માં પહેલીવાર સાથે સાથે જોવા મળશે.
કોફી વિથ કરણ નો વિડીયો થયો લીક
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કરણ જોહર સામે એક મોટું રહસ્ય ખોલ્યું છે. દીપિકા-રણવીરે શોમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.તેમજ દીપિકાએ મજાકમાં રણવીરના પાત્ર ‘રોકી રંધાવા’ સાથે લગ્ન કરવાની હકીકત સ્વીકારી હતી. આ પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને બ્લેક આઉટફિટમાં જોવા મળશે. શોમાં રણવીર સિંહ મોટી મૂછો સાથે જોવા મળે છે.
Deepika Padukone and Ranveer Singh on Koffee With Karan pic.twitter.com/mwHUwTLBdN
— elitestanning (@elitestanning) October 22, 2023
દીપિકા રણવીર ની લવસ્ટોરી
તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલે તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ માં કેહવામાં આવી રહ્યું છે કે આ શો માં પહેલી વાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન નો વિડીયો બતાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ફરી તેના કપડાં સાથે કર્યો પ્રયોગ, આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
