News Continuous Bureau | Mumbai
Koffee with karan season 8: કરણ જોહરનો ફેમસ સેલિબ્રિટી ટોક શો ‘કોફી વિથ કરણ સીઝન 8’ ના પહેલા એપિસોડ માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા, જ્યાં બંનેએ તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. હવે સીઝન ના બીજા એપિસોડ માં દેઓલ બ્રધર્સ એટલેકે સની દેઓલ અને બોબી દેઓલ ગેસ્ટ તરીકે આવવાના છે. આ દરમિયાન તેમને ધર્મેન્દ્ર ના કિસિંગ સીન વિશે પણ વાત કરી હતી.
કોફી વિથ કરણ માં આવ્યા બોબી દેઓલ અને સની દેઓલ
દીપિકા અને રણવીર બાદ હવે ‘કોફી વિથ કરણ સીઝન 8’ માં સની અને બોબી દેઓલ જોવા મળશે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સની દેઓલ અને બોબી દેઓલ બંને મસ્તીભરી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સનીએ ગદર 2 વિશે પણ વાત કરી હતી. શો દરમિયાન, કરણ જોહરે ‘ગદર 2’ની સફળતાની પ્રશંસા કરી અને સની દેઓલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.આ પછી, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં ધરમ જીના ચુંબન વિશે ચર્ચા કરતી વખતે બોબી એ કહ્યું અમે બધા હસી રહ્યા હતા કે પાપા કિસ પણ કરી શકે છે. તે ખુબ ક્યૂટ હતું. સની દેઓલ કહે છે, ‘મારા પિતા જે ઈચ્છે તે કરી શકે છે અને તે કર્યા પછી તે તેનાથી દૂર થઈ જાય છે.’
સની દેઓલે કરણ જોહર સામે ખુલાસો કર્યો કે, ‘આ કોણ જાણે છે કે જે વ્યક્તિ ફિલ્મમાં હેન્ડપંપ ઉખાડીને દેશને બરબાદ કરી શકે છે, તે વાસ્તવિક જીવનમાં ટેડી બિયરનો શોખીન છે.’
આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના એક વિડીયો એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, સાઉદી અરેબિયામાં આ ખાસ વ્યક્તિ સાથે જોવા મળ્યો ભાઈજાન
