News Continuous Bureau | Mumbai
Kolkata international film festival 2023: કોલકાતામાં 29 માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવ્યા છે જેમના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને તે છે પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ડાન્સ વિડીયો. જી હા તમે સાચું વાંચ્યું કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સલમાન ખાન સહિત અન્ય સેલેબ્રીટી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે
મમતા બેનર્જી એ કર્યો ડાન્સ
કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડ માં એક ગીત વાગી રહ્યું છે. સલમાન અને મહેશ ભટ્ટ મમતા બેનર્જીને આગળ આવવા વિનંતી કરે છે અને પછી બધા એકસાથે ડાન્સ કરે છે. મમતા બેનર્જી વચ્ચે ઉભા છે. સોનાક્ષી સિન્હા,અનિલ કપૂર, શત્રુઘ્ન સિન્હા, સલમાન ખાન મહેશ ભટ્ટ દરેક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
#SalmanKhan dances with Bengal CM Mamata Banerjee and Mahesh Bhatt at Kolkata International Film Festival pic.twitter.com/fN2PKE22wM
— Surajit (@surajit_ghosh2) December 5, 2023
કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 5 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Mumtaz and asha bhosle: 76 વર્ષ ની મુમતાઝ સાથે 90 વર્ષ ની આશા ભોંસલે એ લગાવ્યા ઠુમકા, લેજેન્ડસ નો વિડીયો થયો વાયરલ