Accused Release Date Out: કોંકણા સેન શર્માની ફિલ્મ ‘અક્યુઝ્ડ’ ની રિલીઝ ડેટ જાહેર: જાણો કયા દિવસે અને કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો આ સાયકોલોજિકલ થ્રિલર

Accused Release Date Out: અનુભૂતિ કશ્યપના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા અને 'લાપતા લેડીઝ' ફેમ પ્રતિભા રાંટા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

by Zalak Parikh
Konkona Sen Sharma’s 'Accused' Release Date Out: Psychological Thriller to Stream on Netflix from This Date

News Continuous Bureau | Mumbai

Accused Release Date Out: બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી કોંકણા સેન શર્મા અને ઉભરતી સ્ટાર પ્રતિભા રાંટા પોતાની આગામી ફિલ્મ ‘અક્યુઝ્ડ’  ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે મેકર્સ દ્વારા આ ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપશે

આ સમાચાર પણ વાંચો : Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક

કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ તૈયાર થઈ છે ફિલ્મ

 મેકર્સ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મને ૨૭ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ  પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા સીમા અગ્રવાલ અને યશ કેસવાનીએ લખી છે. કરણ જોહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રાએ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં કોંકણાની અદાકારી ફરી એકવાર ચાહકોના દિલ જીતવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


‘અક્યુઝ્ડ’ ની વાર્તા લંડનમાં રહેતી એક પ્રતિષ્ઠિત મહિલા ડોક્ટરની આસપાસ ફરે છે. જ્યારે આ ડોક્ટર પર જાતીય ગેરવર્તણૂક નો આરોપ લાગે છે, ત્યારે તેની સુખી જિંદગી વિખેરવા લાગે છે. જેમ જેમ તપાસ આગળ વધે છે, તેમ તેમ તેની મુશ્કેલીઓ વધતી જાય છે અને તેની સામાજિક પ્રતિષ્ઠા તેમજ અંગત સંબંધો પર જોખમ ઊભું થાય છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે સત્યની ખબર ન હોય ત્યારે સમાજની ધારણાઓ કેવી રીતે વ્યક્તિ પર હાવી થઈ જાય છે.આ ફિલ્મ માનસિક બેચેની અને શકની ગૂંચવણભરી વાર્તાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More