કોરિયન અભિનેત્રી પાર્ક સૂ ર્યુનનું અચાનક નિધન થયું છે. તેણી 29 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર, 11 જૂને પાર્ક ઘરે જતા સમયે સીડી પરથી નીચે પડી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આમાં નિષ્ફળ જતાં અભિનેત્રીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. અભિનેત્રીને એક દિવસ પછી જ જેજુ આઇલેન્ડમાં પરફોર્મ કરવાનું હતું. પાર્ક સૂ ર્યુનના નિધનથી કોરિયન ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના ચાહકો પણ ગમગીન થઇ ગયા છે.
પાર્ક સૂ ર્યુન ના માતા-પિતા નો નિર્ણય
અભિનેત્રી પાર્ક સૂ ર્યુન ના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. સૂમ્પીના રિપોર્ટ અનુસાર, તેની માતાએ કહ્યું, ‘માત્ર તેનું મગજ ડેડ છે. તેનું હૃદય હજુ પણ ધબકતું રહે છે. દુનિયામાં કોઈ એવું હોવું જોઈએ જેને અંગોની સખત જરૂર હોય. તેના માતા-પિતા તરીકે, અમને એ વિચારીને વધુ આનંદ થશે કે તેનું હૃદય બીજા કોઈની પાસે છે અને ધબકતું હોય.પાર્ક સૂ-ર્યુનના મૃતદેહને ગ્યોંગી પ્રાંતીય મેડિકલ સેન્ટરની સુવોન હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર 13 જૂને કરવામાં આવશે. આ દિવસે તેનો પરિવાર અને નજીકના લોકો અભિનેત્રીને છેલ્લી અલવિદા કહેશે.
Musical Actress #ParkSooRyun Passes Awayhttps://t.co/D7BrJPKMHg pic.twitter.com/ZTW77WrF7N
— Soompi (@soompi) June 12, 2023
કોણ હતી પાર્ક સૂ ર્યુન
પાર્ક સૂ ર્યુન નો જન્મ 1994માં થયો હતો અને તે Kpop અને Kdramas ની દુનિયામાં લોકપ્રિય હતી. વર્ષ 2018 માં, અભિનેત્રી પાર્ક સૂ ર્યુને ઇલ ટેનોર સાથે તેની શરૂઆત કરી હતી. આ પછી તે સિદ્ધાર્થ સાથે ફાઈન્ડિંગ મિસ્ટર ડેસ્ટિની, ધ ડેઝ વી લવ્ડ, અન્ય મ્યુઝિકલ્સમાં જોવા મળી હતી. તેણે કોરિયન શો ‘સ્નોડ્રોપ’માં કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: 32 વર્ષ પછી મોટા પડદા પર જામશે અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી, આ ફિલ્મમાં સાથે મળશે જોવા