Cocktail 2: કોકટેલ 2 માં થઇ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ની એન્ટ્રી! શાહિદ અને રશ્મિકા સાથે જામશે તિકડી

Cocktail 2: કોકટેલ 2 માં શાહિદ અને રશ્મિકા ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ માં વધુ એક બોલિવૂડ અભિનેત્રી ના એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા છે.

by Zalak Parikh
Kriti Sanon Joins Cocktail 2 with Shahid Kapoor and Rashmika Mandanna

News Continuous Bureau | Mumbai

Cocktail 2: બોલીવૂડ  અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) હવે ‘Cocktail 2’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘Cocktail’ના સીક્વલમાં હવે નવા ચહેરાઓ સાથે નવી કહાની રજૂ થવાની છે. ડિરેક્ટર હોમી અદજાનિયા (Homi Adajania)એ કૃતિની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને આ જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી, બંને વિરુદ્ધ આ મામલે નોંધાયો કેસ

‘Cocktail 2’માં નવી કેમિસ્ટ્રી

ફિલ્મમાં કૃતિ સેનન સાથે શાહિદ કપૂર (Shahid Kapoor) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તિકડી  પહેલીવાર સાથે કામ કરશે, જેના કારણે દર્શકો માટે નવી કેમિસ્ટ્રી જોવા મળશે. ફિલ્મમાં આધુનિક સંબંધો અને પ્રેમની નવી પરત રજૂ થવાની શક્યતા છે.હોમીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃતિની તસવીર સાથે ‘Cocktail 2’ હેશટેગ અને ‘Work in Progress’ લખીને ફિલ્મની તૈયારી શરૂ થઈ હોવાનો સંકેત આપ્યો. રશ્મિકા મંદાનાએ પણ હોમીની પોસ્ટ રીપોસ્ટ કરીને પોતાનો ચહેરો છુપાવેલી તસવીર શેર કરી હતી, જેનાથી એ પણ ફિલ્મમાં હોવાનો સંકેત મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


‘કોકટેલ 2 નું નિર્માણ મેડોક ફિલ્મ્સ ના બેનર હેઠળ થઈ રહ્યું છે અને તેની સ્ક્રિપ્ટ લવ રંજન દ્વારા લખાઈ છે. ફિલ્મ 2026ના અંત સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે. કૃતિ સેનન અગાઉ શાહિદ સાથે તેરી બાતોં મેં ઐસા ઉલઝા માં જોવા મળી હતી અને હવે ફરીથી તેમની જોડી કોકટેલ 2 માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More