Kritika Kamra Gaurav Kapoor Wedding: કૃતિકા કામરા અને ગૌરવ કપૂરની અનોખી ‘વેડિંગ આફ્ટર પાર્ટી’! ટ્રેડિશનલ રિસેપ્શનને બદલે બોલિવૂડ સ્ટાઈલમાં થશે સેલિબ્રેશન

Kritika Kamra Gaurav Kapoor Wedding: 11 માર્ચના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે આ કપલ, મુંબઈના જેઝ લાઉન્જમાં જામશે મહેફિલ; ક્રિકેટ અને બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી

by Zalak Parikh
Kritika Kamra and Gaurav Kapoor to Host "Wedding After Party" Instead of Reception; Unique Invite Viral

News Continuous Bureau | Mumbai

Kritika Kamra Gaurav Kapoor Wedding: ટીવી સીરિયલ, ફિલ્મો અને વેબ સીરીઝમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી કૃતિકા કામરા હવે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. કૃતિકા 11 માર્ચના રોજ જાણીતા સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ગૌરવ કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાશે. અન્ય સેલિબ્રિટીઓની જેમ આ કપલ કોઈ ભવ્ય લગ્ન સમારોહ નથી કરી રહ્યું, પરંતુ તેઓ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ કરશે. જોકે, લગ્નની ઉજવણી માટે તેમણે એક ખાસ ‘વેડિંગ આફ્ટર પાર્ટી’ નું આયોજન કર્યું છે.સોશિયલ મીડિયા પર આ કપલનું ઇન્વિટેશન કાર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જે એકદમ હટકે છે. આ કાર્ડમાં લખ્યું છે, “અમે તમારી સાથે અમારા લગ્નની ઉજવણી કરવા માંગીએ છીએ. જલ્દી આવજો અને જ્યાં સુધી મન થાય ત્યાં સુધી રોકાજો.” આ આફ્ટર પાર્ટી 12 માર્ચના રોજ મુંબઈના એક લક્ઝુરિયસ જેઝ લાઉન્જમાં યોજાશે, જ્યાં મ્યુઝિક અને શાંત વાતાવરણમાં મહેમાનો આ ખાસ પળનો આનંદ માણી શકશે.

આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2026 Victory: ટીમ ઈન્ડિયાની જીત પર ફિદા થયું બોલિવૂડ, અજય દેવગણ અને સની દેઓલ સહિતના સિતારાઓએ આ રીતે પાઠવ્યા અભિનંદન

પાર્ટીની થીમ અને ગેસ્ટ લિસ્ટ

ગૌરવ કપૂર ક્રિકેટ જગત સાથે જોડાયેલા છે અને કૃતિકા કામરા મનોરંજન વિશ્વની જાણીતી એક્ટ્રેસ છે, તેથી આ પાર્ટીમાં ક્રિકેટ અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ સિતારાઓ જોવા મળશે. આ પાર્ટી રિસેપ્શનની સરખામણીએ વધુ રિલેક્સ્ડ અને અનૌપચારિક રાખવામાં આવી છે, જેથી દરેક મહેમાન આરામથી આ પળને માણી શકે. મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જેઝ લાઉન્જને આ સેલિબ્રેશન માટે ખાસ પસંદ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


કૃતિકા કામરાએ પોતાના કરિયરની શરૂઆત હિટ ટીવી સીરિયલ ‘કિતની મોહબ્બત હૈ’ થી કરી હતી, જેણે તેને ઘરે-ઘરે જાણીતી બનાવી દીધી હતી. ત્યારબાદ તેણે ફિલ્મો અને વેબ સીરીઝમાં પણ નસીબ અજમાવ્યું અને અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને પોતાની પ્રતિભા સાબિત કરી. ગયા વર્ષે તે ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન શમશુદ્દીન ફેમિલી’માં જોવા મળી હતી. બીજી તરફ ગૌરવ કપૂર પણ સ્પોર્ટ્સ પ્રેઝન્ટિંગ અને પોડકાસ્ટની દુનિયાનું મોટું નામ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More