KSBKBT 2| કોર્ટમાં રણવિજયનો થશે પર્દાફાશ! તુલસી સામે આવશે ૨૦ વર્ષ જૂનું ભયાનક રહસ્ય, જાણો આજના એપિસોડના મુખ્ય અંશ

KSBKBT 2| પરીની ધરપકડથી વિરાણી પરિવાર સ્તબ્ધ, શાંતિ નિકેતનમાં રિયો ની એન્ટ્રીથી તુલસીના ભૂતકાળના જખમ તાજા થયા; જાણો લેટેસ્ટ અપડેટ.

by Zalak Parikh
KSBKBT 2| કોર્ટમાં રણવિજયનો થશે પર્દાફાશ! તુલસી સામે આવશે ૨૦ વર્ષ જૂનું ભયાનક રહસ્ય, જાણો આજના એપિસોડના મુખ્ય અંશ

 

News Continuous Bureau | Mumbai

KSBKBT 2| ‘ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી ૨’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) માં અત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. પરીની ધરપકડ બાદ હવે રણવિજયના મોતનો કેસ કોર્ટમાં પહોંચ્યો છે. એક તરફ તુલસી પોતાની પુત્રીને બચાવવા મથી રહી છે, ત્યાં બીજી તરફ શાંતિ નિકેતનના ઉંબરે રિયોની એન્ટ્રીએ તુલસીને ૨૦ વર્ષ જૂના તે ભયાનક દિવસની યાદ અપાવી દીધી છે જ્યારે તેણે પોતાના જ પુત્ર અંશને ગોળી મારી હતી.

પરી પર રણવિજયના મર્ડરનો ચાર્જ

એપિસોડની શરૂઆતમાં મુન્ની ઇન્સ્પેક્ટરને પરીની ધરપકડ કરવાની મંજૂરી આપે છે, જેનાથી આખો પરિવાર આઘાતમાં છે. અજય આખરે સત્ય સ્વીકારે છે કે રણવિજયે સનીનું અપહરણ કર્યું હતું અને તેને બચાવતી વખતે પરીએ રણવિજયને ધક્કો માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. ઇન્સ્પેક્ટર સ્પષ્ટ કરે છે કે ભલે આ કૃત્ય ઈરાદાપૂર્વક ન હોય, પણ મોત થયું હોવાથી હવે આ મામલો કોર્ટમાં જ ઉકેલાશે.

શાંતિ નિકેતનમાં રિયો ની એન્ટ્રી અને તુલસીનો ફફડાટ

જ્યારે વિરાણી પરિવાર પરીના ગમમાં હતો, ત્યારે અચાનક રિયો શાંતિ નિકેતનના દરવાજે આવીને ઊભો રહે છે. રિયો તેના પિતા અંશના મોત વિશે પૂછે છે ત્યારે કરણ જૂઠું બોલે છે કે તેનું મોત પ્લેન ક્રેશમાં થયું હતું. આ સાંભળીને તુલસીનો ચહેરો સફેદ પડી જાય છે, કારણ કે તેને તે મંજર યાદ આવે છે જ્યારે તેણે પોતે જ અંશનો અંત આણ્યો હતો. રિયો અને તુલસી વચ્ચેની આ મુલાકાત આગામી દિવસોમાં નવા રહસ્યો ખોલશે તેવું લાગી રહ્યું છે.

આર્યન લડશે પરીનો કેસ, ખુલશે રણવિજયનું કાળું સત્ય

સીરિયલના પ્રીકેપ (Precap) મુજબ, કોર્ટમાં આર્યન પરીનો કેસ લડવા માટે તૈયાર છે. તે સુભાષની મદદથી રણવિજયના ભૂતકાળના તમામ કાળા કારનામાઓ અને તેની અસલિયતનો પર્દાફાશ કરશે. શું આર્યન પરીને નિર્દોષ સાબિત કરી શકશે? અને શું રિયો સામે તુલસીનું સત્ય આવી જશે? તે જોવું રસપ્રદ રહેશે.

👉 આ સમાચાર વાચો:
Drishyam 3| અજય દેવગણની ફિલ્મમાં જોવા મળશે નવો જ રોમાંચ! મલયાલમ વર્ઝનથી અલગ હશે ક્લાઈમેક્સ; ડાયરેક્ટરે આપ્યું મોટું અપડેટ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More