News Continuous Bureau | Mumbai
Kubbra sait Ramayan: નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ સતત સમાચારોમાં રહે છે. હજુસુદી આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ફાઇનલ નથી થઇ. ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. મીડિયા ના નવીનતમ રિપોર્ટ મુજબ લારા દત્તા, બોબી દેઓલ બાદ હવે સેક્રેડ ગેમ્સની કુકુ એટલે કે અભિનેત્રી કુબ્રા સૈતનું નામ આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી કુબ્રા સૈતે એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે ઓડિશન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ramayan: શું નીતીશ તિવારી ની ફિલ્મ માં થઇ લારા દત્તા ની એન્ટ્રી? રામાયણ માં આ રોલ માટે બોબી દેઓલ નો પણ કરવામાં આવ્યો સંપર્ક
કુબ્રા સૈત એ આપ્યું શૂર્પણખા માટે ઓડિશન
મીડિયા રિપોર્ટ અનુસાર,’સેક્રેડ ગેમ્સ’, ‘ધ ટ્રાયલ’ જેવી વેબ સિરીઝ માં દમદાર ભૂમિકા ભજવ્યા બાદ કુબ્રા સૈત હવે રાવણની બહેન શૂર્પણખા નું પાત્ર ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબ્રા સૈતે શૂર્પણખા ના રોલ માટે ઓડિશન આપ્યું છે. જો કે હજુ સુધી કુબ્રાનું નામ ફાઈનલ થયું નથી. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં તેની પુષ્ટિ થઈ જશે. જો આમ થશે તો કુબ્રા કેજીએફ સ્ટાર યશ ની બહેન ની ભૂમિકામાં જોવા મળશે.