Kumar Sanu Defamation Case: શું કુમાર સાનુ અને રીતા વચ્ચેની લડાઈ વધુ વકરશે? પૂર્વ પત્નીએ સિંગરના પિતા તરીકેના રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

Kumar Sanu Defamation Case: સપ્ટેમ્બર 2025ના ઇન્ટરવ્યુ બાદ કુમાર સાનુએ પૂર્વ પત્ની સામે લીધા કાનૂની પગલાં, રીતા ભટ્ટાચાર્યે 31 વર્ષ જૂના દર્દને યાદ કરી ઠાલવ્યો રોષ.

by Zalak Parikh
Kumar Sanu Defamation Case: Ex-wife Rita Bhattacharya reacts, asks singer to be a good human

News Continuous Bureau | Mumbai

Kumar Sanu Defamation Case: પ્રખ્યાત સિંગર કુમાર સાનુ અત્યારે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. સપ્ટેમ્બર 2025 માં તેમની પૂર્વ પત્ની રીતા ભટ્ટાચાર્યે એક ઇન્ટરવ્યુમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ કુમાર સાનુએ તેમની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હવે આ કેસ અને મંગી લેવામાં આવેલા અધધ વળતર પર રીતા ભટ્ટાચાર્યે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા

રીતા ભટ્ટાચાર્યે આપ્યો ઇન્ટરવ્યૂ 

રીતા ભટ્ટાચાર્યે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે કુમાર સાનુ દ્વારા માંગવામાં આવેલી 50 કરોડની રકમ સાંભળીને હેરાન છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “મને ખબર નથી કે સાનુને ક્યાંથી એવા સપના આવે છે કે મારી પાસે આટલા બધા પૈસા છે. તે પોતાના જ ત્રણ પુત્રોની માતા પર હુમલો કરી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.”રીતાએ વધુમાં ખુલાસો કર્યો કે છેલ્લા ઘણા વર્ષોથી કુમાર સાનુ સાથે તેમની કોઈ વાતચીત થઈ નથી. તેમણે કહ્યું, “તેમણે અમને દરેક જગ્યાએ બ્લોક કરીને રાખ્યા છે. મેં તેમના સેક્રેટરીનો સંપર્ક કરીને આ બધું રોકવા માટે વિનંતી કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આ બધું ખૂબ જ અપમાનજનક છે, ખાસ કરીને જ્યારે મારા પુત્રના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે સાસરી પક્ષના લોકો પણ સવાલો પૂછી રહ્યા હતા.”

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


63 વર્ષની ઉંમરે રીતા ભટ્ટાચાર્ય ફરી એકવાર કોર્ટના દરવાજે પહોંચી છે. તેમણે યાદ અપાવ્યું કે 31 વર્ષ પહેલા જ્યારે તેઓ ગર્ભવતી હતા ત્યારે છૂટાછેડા ના કેસ માટે પહેલીવાર કોર્ટ ગયા હતા. હવે આટલા વર્ષો પછી ફરીથી કુમાર સાનુના કારણે તેમને કાયદાકીય લડાઈ લડવી પડી રહી છે. રીતાએ જણાવ્યું કે તેમના પુત્રો હવે મોટા થઈ ગયા છે અને તેમનો મોટો પુત્ર 37 વર્ષનો છે, છતાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.કુમાર સાનુ અને રીતા ભટ્ટાચાર્યના તલાક વર્ષ 2001માં ફાઈનલ થયા હતા. તે સમયે શરત રાખવામાં આવી હતી કે ભવિષ્યમાં કોઈ એકબીજા પર આરોપ લગાવશે નહીં. પરંતુ 24 વર્ષ બાદ રીતાએ એક ઇન્ટરવ્યુમાં કુમાર સાનુ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા, જેના કારણે સિંગરની છબી ખરડાઈ હોવાનું કહી કુમાર સાનુએ આ કેસ ઠોક્યો છે. રીતાએ અંતમાં વિનંતી કરી કે, “સાનુ, જો તમે અમને પ્રેમ ન કરી શકો તો કઈ નહીં, પણ ઓછામાં ઓછું અમને પરેશાન કરવાનું તો બંધ કરો અને એક સારા માણસ બનવાનો પ્રયત્ન કરો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More