Site icon News Continuous Bureau | Mumbai

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours અફેરની અફવાઓ પર કુમાર સાનુનો મોટો ખુલાસો, કહ્યું— 'જ્યારે આ વાતો વહેતી થઈ ત્યારે હું તેમને મળ્યો પણ નહોતો'

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours વર્ષ ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ નું ગીત ‘જબ કોઈ બાત બિગડ જાયે’ આજે પણ લોકોનું ફેવરિટ સદાબહાર ગીત છે. કુમાર સાનુ અને સાધના સરગમ દ્વારા ગવાયેલા આ ગીત વિશે સોશિયલ મીડિયા પર અવારનવાર એવો દાવો કરવામાં આવે છે કે તે કુમાર સાનુએ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના પ્રેમમાં ગાયું હતું. હવે સિંગર કુમાર સાનુએ એક ઈન્ટરવ્યુમાં આ લવ અફેરની અફવાઓ પાછળનું સંપૂર્ણ સત્ય જાહેર કર્યું છે.

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours – અફેરની વાતો સંપૂર્ણપણે ખોટી અને ઉપજાવી કાઢેલી

એક ખાસ યુટ્યુબ ટોક શોમાં જ્યારે કુમાર સાનુને મીનાક્ષી શેષાદ્રી સાથેના કથિત અફેર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં નકારતા કહ્યું કે— ‘બિલકુલ નહીં, આ વાતોમાં કોઈ સત્ય નથી.’ સિંગરે ખુલાસો કર્યો કે તે સમયે તેઓ મીનાક્ષીને ક્યારેય મળ્યા પણ નહોતા. કુમાર સાનુએ ઉમેર્યું કે, ‘આ અફવાઓ જાણીજોઈને ઊભી કરવામાં આવી હતી. કદાચ કોઈએ પોતાનો બચાવ કરવા માટે અમારા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. મેં તો તેમને ક્યારેય રૂબરૂ જોયા પણ નહોતા.’

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours – દુબઈમાં ૩૮-૪૦ વર્ષ પછી થઈ પહેલી મુલાકાત

કુમાર સાનુએ જણાવ્યું કે આટલા વર્ષોના કરિયરમાં તેમની અને મીનાક્ષીની પહેલી મુલાકાત તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન થઈ હતી. અફેરની અફવાઓ ઉડી તેના આશરે ૩૮ થી ૪૦ વર્ષ પછી તેઓ પહેલીવાર એકબીજાને મળ્યા હતા. જ્યારે તેઓ દુબઈમાં મળ્યા ત્યારે મીનાક્ષી શેષાદ્રીએ પોતે હસીને કુમાર સાનુને કહ્યું હતું કે, ‘આ બધું મીડિયામાં શું છપાતું રહે છે!’ કુમાર સાનુએ મીનાક્ષીના વખાણ કરતા તેમને એક ખૂબ જ સંસ્કારી અને આદરણીય મહિલા ગણાવી હતી.

Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours – ફિલ્મ ‘જુર્મ’ નું આઇકોનિક ગીત

તમને જણાવી દઈએ કે, ‘જબ કોઈ બાત બિગડ જાયે’ ગીત ફિલ્મ ‘જુર્મ’ નું છે અને તે પડદા પર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી અને વિનોદ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતનું સુમધુર સંગીત રાજેશ રોશને તૈયાર કર્યું હતું અને તેના ગીતના બોલ ઇન્દિવાર તેમજ પયામ સઈદીએ લખ્યા હતા. ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’ થી બોલિવૂડમાં ડેબ્યુ (Debut) કરનાર મીનાક્ષી શેષાદ્રીને ‘દામિની’, ‘ઘાતક’, ‘હીરો’ અને ‘ઘાયલ’ જેવી સુપરહિટ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. કુમાર સાનુના આ ખુલાસા બાદ વર્ષો જૂની અફવાઓ પર હવે કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

👉 આ સમાચાર વાચો:
Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version