ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
ઝી ટીવીના જાણીતા શો 'કુંડલી ભાગ્ય' માં સીધી સાદી 'પ્રીતા'નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે શાવર લેતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ પિંક કલરનું ફ્લોરલ પ્રિન્ટ સ્વિમસૂટ પહેર્યું છે.
જોકે શ્રદ્ધાની આ તસવીરો કેટલાકને ગમી તો કેટલાક તેને આ તસવીરોને લઈને ટ્રોલ કરી રહ્યા છે
વર્કફ્રન્ટની વાત કરીએ તો પહેલીવાર તે 2000માં સોનિયે હિરીયે પંજાબી સોંગના વીડિયોમાં જોવા મળી હતી. વર્ષ 2007માં તે તેલુગુ ફિલ્મ ગોડવાથી ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આ ઉપરાંત તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.