News Continuous Bureau | Mumbai
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ફરી થી હિટ બની રહી છે. શો જુલાઈમાં શરૂ થયો હતો અને હવે TRP ચાર્ટમાં ‘અનુપમા’ ને ટક્કર આપી રહ્યો છે. તુલસી અને મિહિર ની આસપાસ ઘૂમતી આ વાર્તામાં હવે ત્રણ નવા પાત્રો જોડાઈ રહ્યા છે, જે પરી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરશે.
આ સમાચાર પણ વાંચો : Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
રાહુલ ચાવલા બનશે ડિટેક્ટિવ
‘પંડ્યા સ્ટોર’ ના અભિનેતા રાહુલ ચાવલા હવે ‘કયુંકી 2’ માં ગ્રે શેડ પાત્રમાં જોવા મળશે. તે પારેખ પરિવાર દ્વારા તુલસી અને મિહિરની દીકરી પરી પર નજર રાખવા માટે રાખવામાં આવ્યો છે. પરી હાલમાં પોતાના પતિ અજય પારેખ અને પરિવાર સામે ચતુર ચાલો ચાલી રહી છે, અને રાહુલની એન્ટ્રી તેને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે.
View this post on Instagram
A post shared by kyunki saas bhi kabhi bahu thi 🦋 (@kyunki.saas.bhi.kabhi.bahu.thi)
રિપોર્ટ મુજબ શોમાં હવે બે નવા બાળ કલાકારો – સમર બિરજે અને જિયા નારીગારા પણ જોડાઈ રહ્યા છે. તેઓ કરણ અને નંદની ના બાળકોના પાત્રમાં જોવા મળશે. સમર અગાઉ ‘લગનચી બેદી’ અને જિયા ‘કસૌટી ઝિંદગી કી 2’ માં કામ કરી ચૂક્યા છે.