News Continuous Bureau | Mumbai
ઘણા મોટા ટીવી શોમાં(TV Show) કામ કરી ચુકેલી એકતા શર્મા(Ekta Sharma) ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. તેણે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'(Kyunki saas bhi kabhi bahu thi',), 'કુસુમ' જેવી લોકપ્રિય સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. આટલું નામ કમાયા પછી પણ છેલ્લા કેટલાક સમયથી તેનું જીવન ખૂબ જ અશાંત છે. કામના અભાવે તેને કોલ સેન્ટરમાં(call center) કામ કરીને ગુજરાન ચલાવવું પડતું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી.
આ ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તે હાલમાં તેની માતા સાથે ભાડાના મકાનમાં રહે છે. આ વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું કે કોરોના મહામારી આવી ત્યારથી તેનું જીવન ઘણું પ્રભાવિત થયું છે. તે અચાનક બેરોજગાર બની ગઈ. તમને જણાવી દઈએ કે અભિનેત્રી છેલ્લે ટીવી શો 'બેપનાહ પ્યાર(Bepanah Pyaar)'માં જોવા મળી હતી. આ સિરિયલ વર્ષ 2020માં પ્રસારિત કરવામાં આવી હતી.અભિનેત્રી એ વધુ માં કહ્યું, 'મને એક્ટિંગની ઓફર બિલકુલ મળી રહી ન હતી. આ દરમિયાન મેં ઘણો સંઘર્ષ કર્યો. હું સારી તકની રાહ જોતી હતી. તેણીએ આગળ કહ્યું, 'મને મારું કામ ખૂબ જ ગમે છે અને હું ફરીથી અભિનયની દુનિયામાં પરત ફરવા માંગુ છું. આ માટે હું સતત ઓડિશન અને લુક ટેસ્ટ આપું છું. મને જલ્દી સારા સમાચાર મળવાની આશા છે.’
આ સમાચાર પણ વાંચો : ડીપ નેકલાઇન ડ્રેસમાં નોરા ફતેહીએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર-ચાહકો થયા તેની અદાઓના દીવાના-જુઓ વિડીયો
કોલ સેન્ટરમાં કામ કરવા અંગે તેણે કહ્યું કે તેમાં કંઈ ખરાબ નથી. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. અભિનેત્રીએ કહ્યું કે તે ખૂબ જ દુઃખી છે કે 20 વર્ષ સુધી કામ કર્યા પછી આજે તેને કોઈ પ્રોજેક્ટ નથી મળી રહ્યો. કરિયર સિવાય અભિનેત્રી અંગત જીવનમાં પણ ઘણો સંઘર્ષ કરી રહી છે. હાલમાં, તે તેની આઠ વર્ષની પુત્રીની કસ્ટડી મેળવવા માટે કાનૂની લડાઈ લડી રહી છે.