News Continuous Bureau | Mumbai
laapataa ladies :ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મળી છે. તેને 97માં એકેડેમી એવોર્ડ્સ (OSCARS )માં ફોરેન ફિલ્મ કેટેગરીમાં એન્ટ્રી મળી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
laapataa ladies :રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંતા અને નિતાંશી ગોયલે મુખ્ય ભૂમિકા ભજવી
જણાવી દઈએ કે, લાપતા લેડીઝનું નિર્દેશન અભિનેતા આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે કર્યું છે. આમિર ખાને તેનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 1 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, જેને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો છે. આ ફિલ્મમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ અને રવિ કિશન લીડ રોલમાં જોવા મળ્યા હતા. ‘લાપતા લેડીઝ’ એ બે નવવધૂની વાર્તા છે જેઓ ટ્રેનની મુસાફરી દરમિયાન એકબીજાથી બદલાઈ જાય છે.
laapataa ladies : ‘લાપતા લેડીઝે’ આ 29 ફિલ્મોને પછાડી
ઓસ્કાર એવોર્ડ 2025ની રેસમાં ભારતની ઘણી મોટી ફિલ્મોના નામ સામેલ હતા, જેને હરાવીને આમિર-કિરણની આ ફિલ્મે જીત મેળવી છે. ભારતીય ફિલ્મ ફેડરેશનની સમિતિએ 29 ભારતીય ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર 2025 માટે સત્તાવાર પ્રવેશ તરીકે પસંદ કરી છે. આ લિસ્ટમાં રણબીર કપૂરની ‘એનિમલ’, કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’, ‘કલ્કી 2898 એડી’, મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’, ‘શ્રીકાંત’, આર્ટિકલ 370 જેવી ફિલ્મોના નામ સામેલ છે. જોકે આ ફિલ્મો ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી ન હતી.
આ સમાચાર પણ વાંચો : Anupama upcoming twist: ટ્વીસ્ટ સાથે અનુપમા માં આવશે 10-15 વર્ષ નો લિપ, શું સુધાંશુ અને મદલસા ની સાથે સાથે આ કલાકારો પણ કહેશે શો ને અલવિદા?
laapataa ladies : ઓસ્કાર એવોર્ડની જાહેરાત ક્યારે થશે?
97મો ઓસ્કાર એવોર્ડ 2 માર્ચ, 2025 ના રોજ હોલીવુડ ઓવેશન, લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાશે. તે સાંજે 7 વાગ્યાથી (IST) ટેલિકાસ્ટ કરવામાં આવશે જે તમે ભારતમાં 3 માર્ચ, 2025ના રોજ સવારે 4:30 વાગ્યાથી જોઈ શકશો. આ પહેલા, 17 જાન્યુઆરી, 2025 ના રોજ ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે