ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
સોશિયલ મીડિયા પર બોન્ડ સિરીઝમાં લશના લિંચની ભૂમિકાને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. હવે લશના લિંચે પોતે પુષ્ટિ કરી છે કે, તેનું પાત્ર ફિલ્મ સિરીઝનો આગામી હીરો બનશે અને વાર્તાને આગળ લઈ જશે. રેડિયો ટાઇમ્સ ડોટ કોમના એક અહેવાલ મુજબ, 'કેપ્ટન માર્વેલ' સ્ટારએ આ સમાચાર હાર્પર્સ બજારને આપેલા એક મુલાકાતમાં જાહેર કર્યા છે. સાથે તેમણે ઓનલાઇન પ્લેટફોર્મ પર તેમની સાથે થયેલા ગેરવર્તન વિશે પણ વાત કરી હતી.
લશના લિંચે કહ્યું કે, 'હું અશ્વેત સ્ત્રી છું, જો બીજી અશ્વેત મહિલાએ આ ભૂમિકા ભજવી હોત, તો તેના પર પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો હોત. મારે ફક્ત મારી જાતને યાદ કરાવવી પડશે કે આ વસ્તુઓ મારી સાથે એટલે થઈ રહી છે કારણ કે હું એક ક્રાંતિકારી પ્રોજેક્ટનો ભાગ છું.’
અભિનેતા ડેનિયલ ક્રેગના બોન્ડ પાત્રની જગ્યા હવે લશના લિંચ લેશે. આ સિરીઝમાં પોતાના પાત્ર નૌમિ વિશે, તેમણે કહ્યું હતું કે, "મને લાગે છે કે સ્ક્રિપ્ટમાં એક સમય એવો આવે છે જ્યાં અશ્વેત દર્શકો વાસ્તવિકતા જોઈને ખુશ થશે."
આપને જણાવી દઈએ કે લશના લિંચનું પાત્ર નૌમિ નવી જેમ્સ બોન્ડ ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઇ' દ્વારા સિરીઝમાં પ્રવેશ કરી રહી છે.
Join Our WhatsApp Community