Site icon

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની હાલતમાં સુધારો, છતાં હજુ પણ રહેશે ડોક્ટરોની દેખરેખમાં; જાણો હાલ કેવી છે તેમની તબિયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સુધરે તે માટે દેશભરના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. લતા મંગેશકર તાજેતરમાં જ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા ત્યાર પછી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી લતા મંગેશકર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેવામાં લતા મંગેશકરના સત્તાવાર ટ્વિટર પરથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં ચાહકોને લતા દીદીના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે લતા મંગેશકરની તબિયત માં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ડોક્ટર હજુ પણ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે. આજે સવારે ટ્રાયલ રૂપે તેમનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે, પણ તેમને ડૉક્ટર પ્રતીત સમદાનીની આગેવાની હેઠળ ડૉક્ટરોની ટીમના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. લતા દીદી માટે પ્રાર્થના કરનારા અને તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના કરનારા સૌનો અમે આભાર માનીએ છીએ.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ની મુશ્કેલીઓ વધી, ભગવાન પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક્ટ્રેસ ફસાઈ, અભિનેત્રી વિરૃદ્ધ નોંધાઈ FIR; જાણો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે લતા મંગેશકરની હાલત કથળતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખોટા સમાચાર ફેલાવાથી લોકો હેરાન થાય છે. દીદીની હાલત સ્થિર છે મહેરબાની કરી પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઇ જલ્દી ધરે પરત ફરે…

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version