Site icon

સ્વર સામ્રાજ્ઞી છેલ્લા 15 દિવસથી ICUમાં, લતા મંગેશકર ના સ્વાસ્થ્યને લઈને આવ્યું અપડેટ: જાણો ડોકટરોએ તેમની તબિયત અંગે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને હોસ્પિટલમાં 15 દિવસ થઈ ગયા છે. ગત 8 જાન્યુઆરીએ, કોરોના પોઝિટિવ અને ન્યુમોનિયાથી પીડિત થયા પછી, તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. લતા મંગેશકરના ચાહકો તેમની તબિયત વિશે જાણવા માંગે છે કે લતા દીદીની તબિયત સુધરી રહી છે કે નહીં અને કેટલા દિવસો પછી તેઓ ઘરે પરત ફરશે. આ દરમિયાન લતા દીના સ્વાસ્થ્ય વિશે એક મોટી માહિતી સામે આવી છે. જે લતા મંગેશકરના પ્રવક્તા અનુષા શ્રીનિવાસન અય્યર દ્વારા આપવામાં આવી છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ લતા મંગેશકરના પ્રવક્તા અનુષા શ્રીનિવાસન અય્યરે એક નિવેદનમાં કહ્યું છે કે, લતા દીદી ડૉ. પ્રતીત સમદાની અને તેમની ટીમની દેખરેખ હેઠળ છે. ડોકટરોનો પ્રયાસ છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય. ત્યારબાદ જ તેને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવશે. દરેક વ્યક્તિ તેમના ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે.  

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લતા મંગેશકરની હાલત કથળતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખોટા સમાચાર ફેલાવાથી લોકો હેરાન થાય છે. દીદીની હાલત સ્થિર છે મહેરબાની કરી પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઇ જલ્દી ધરે પરત ફરે…

Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક
Esha Deol Border 2 Screening: બોર્ડર 2’ ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો દેઓલ પરિવારનો અતૂટ પ્રેમ, સની-બોબી અને ઈશા-અહાનાએ સાથે પોઝ આપી અફવાઓ ફગાવી
Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Exit mobile version