Site icon

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નો હિસ્સો બનતા બનતા રહી ગઈ સુર સામગ્રી લતા મંગેશકર, પલ્લવી જોશી ને આપ્યું હતું આ વચન!

News Continuous Bureau | Mumbai

90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' લોકોને પસંદ આવી રહી છે. લોકોમાં વધતી જતી લોકપ્રિયતા બાદ 650 સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મની સ્ક્રીન વધીને 4000ની નજીક પહોંચી ગઈ છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની દરેક જગ્યાએ ચર્ચા છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર  પણ અદભૂત કમાણી કરી છે, પરંતુ આટલી સફળતા બાદ પણ ફિલ્મના નિર્દેશકને એક વાતનો અફસોસ છે. લતા મંગેશકર સાથે કામ કરવાની તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહીં.

Join Our WhatsApp Community

વાત એમ છે કે,  વિવેક અગ્નિહોત્રીએ તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફિલ્મ નું કન્ટેન્ટ એટલું  શક્તિશાળી છે કે તેમાં ગીત ની જરૂર જ નથી . અમે ફિલ્મમાં એક લોકગીત રાખવા માગતા હતા, જે અમે એક કાશ્મીરી ગાયક સાથે રેકોર્ડ પણ કરાવ્યું હતું.હું ઈચ્છતો હતો કે લતા મંગેશકર આ ગીત ગાય. જોકે અમે જાણતા હતા કે લતા દીદીએ ફિલ્મોમાં ગાવાનું બંધ કરી દીધું છે અને તે હવે નિવૃત્ત થઈ ગઈ છે. તે મારી પત્ની પલ્લવીની ઘણી નજીક હતી. અમે તેમને  ગીત ગાવાની વિનંતી કરી, અને લતા દીદી ગીત ગાવા માટે સંમત પણ થઇ ગયા.વિવેકે વધુમાં જણાવ્યું કે કાશ્મીર લતા દીદીના દિલની નજીક હતું. તેણીએ કહ્યું હતું કે તે કોરોના સમાપ્ત થયા પછી રેકોર્ડ કરશે, પરંતુ વચ્ચે જ તેમનું મૃત્યુ થઇ ગયું. ફિલ્મમાં તેમનું ગીત ન ગાઈ શકવાનો મને હંમેશા અફસોસ રહેશે. તેની સાથે કામ કરવાનું મારું સપનું હવે માત્ર સપનું બની ગયું છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ની દીકરી ઐશ્વર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, અભિનય નહિ પરંતુ કરશે આ કામ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવવામાં આવ્યો છે. રિલીઝ થઈ ત્યારથી જ આ ફિલ્મની ચર્ચા બધે થઈ રહી છે. હરિયાણા, ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના કેટલાક રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version