ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી છે. ચાહકો તેનના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડી છે.
કેન્ડી બ્રીચ હોસ્પિટલના ડૉ. પ્રતુત સમદાનીએ લતા દીદીના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લતાજીની તબિયત ફરી બગડી છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરની એક ટીમ 24×7 તેમનું ધ્યાન રાખી રહી છે. આવી સ્થિતિમાં લતા દીદીની તબિયતને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે.