ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
અમેરિકન ડાન્સર અને એક્ટ્રેસ લોરેન ગોટલિબ હાલમાં તેનાં બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં છે.લૉરેન ગૉટલિબે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

લૉરેન ગૉટલિબે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ખુબ સુંદર તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં લૉરેન ગૉટલિબ બ્લુ શોર્ટ ડ્રેસમાં એકદમ બોલ્ડ પોઝ આપતી દેખાઇ રહી છે, સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો હવે જોરદાર શેર કરવામાં આવી રહી છે.

લૉરેન ગૉટલિબ અમેરિકન ડાન્સર છે, અને તે ઇન્ડિયન એક્ટ્રેસની જેમ પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. લૉરેન ગૉટલિબના ભારતમાં લાખો ચાહકો છે, જે તેની પૉસ્ટ પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે.

લૉરેન ગૉટલિબ બૉલીવુડ ફિલ્મ ‘એબીસીડી’ (ABCD)માં દેખાઇ હતી. આ સિવાય ડાન્સર પુનીત પાઠકની સાથે ઝલક દિખલાજા માં પણ નજર આવી ચૂકી છે. આ ઉપરાંત મ્યૂઝિક વીડિયોઝમાં પણ કામ કરી ચૂકી છે.થોડાક સમય પહેલા તેને ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની સાથે ગીત 'કમરિયા હિલા રહી હૈ'માં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ હતુ.
