Site icon

અક્ષય કુમાર ની વધી શકે છે મુશ્કેલી, વકીલે કેન્દ્રીય ગૃહમંત્રી ને લખ્યો પત્ર, ભારતના નકશા નું અપમાન કરવાનો લાગ્યો આરોપ!

અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે,તેની ફિલ્મના ગીતો પર રીલ બનાવતા જોવા મળે છે. આ બધાની વચ્ચે તેના સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

lawyer filed complaint against akshay kumar after he walked on indian map during advertisement

અક્ષય કુમાર ની વધી શકે છે મુશ્કેલી, વકીલે કેન્દ્રીય ગૃહમંત્રી ને લખ્યો પત્ર, ભારતના નકશા નું અપમાન કરવાનો લાગ્યો આરોપ!

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્દ્રના રહેવાસી એક એડવોકેટે અભિનેતા વિરુદ્ધ જિલ્લાના એસપી સાથે ગૃહ મંત્રાલયને લેખિત ફરિયાદ આપી છે. વકીલે અભિનેતા પર ભારતના નકશાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ, સવાલ એ થાય છે કે અભિનેતાએ શું કર્યું જેના માટે તેના પર આ આરોપ લગાવવામાં આવ્યો છે? આવો જાણીએ…

Join Our WhatsApp Community

 

અક્ષય કુમાર પર લાગ્યો આ આરોપ 

વાત એમ છે કે, તાજેતરમાં અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક્ટર એક ઈન્ટરનેશનલ એરલાઈન્સનું પ્રમોશન કરી રહ્યો હતો. વિડિયોની શરૂઆતમાં અભિનેતાને ગ્લોબ પર ચાલતો દર્શાવવામાં આવ્યો હતો. ભૂલ એ હતી કે જ્યાં અભિનેતાનો પગ પડ્યો ત્યાં નીચે ભારતનો નકશો હતો. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, આ વીડિયો સામે આવ્યાના થોડા દિવસો બાદ એડવોકેટે જિલ્લાના એસપી ની સાથે ગૃહ મંત્રાલયને તેમની વિરુદ્ધ પત્ર લખ્યો છે.

અક્ષય કુમાર સિવાય આ કલાકારો પણ જોવા મળ્યા હતા

આ વીડિયોમાં અક્ષય કુમારની સાથે બોલિવૂડ અભિનેત્રી દિશા પટની, નોરા ફતેહી, મૌની રોય અને સોનમ બાજવા પણ જોવા મળી હતી. પરંતુ, તેના પગ ભારતના નહીં પણ અન્ય દેશોના નકશા પર પડ્યા હતા. આ કારણોસર, તેઓ આ મુશ્કેલી માંથી બચી ગઈ હતી. જો કે, અક્ષય કુમાર ફસાઈ ગયો.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version