Site icon News Continuous Bureau | Mumbai

The Bengal Files: રિલીઝ પહેલા જ વિવાદ માં આવી ‘ધ બંગાળ ફાઇલ્સ’, TMC નેતાઓએ વિવેક અગ્નિહોત્રી પર આવા આરોપ લગાવતા દાખલ કરી FIR

The Bengal Files: વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' રિલીઝ પહેલા જ વિવાદ માં આવી છે. વિવેક અને પલ્લવી જોશી સામે TMC નેતાઓએ 'સાંપ્રદાયિકતા ફેલાવવાનો' આરોપ લગાવ્યો છે.

Legal Trouble for The Bengal Files FIR Filed by TMC Leaders Against Filmmakers

Legal Trouble for The Bengal Files FIR Filed by TMC Leaders Against Filmmakers

News Continuous Bureau | Mumbai

The Bengal Files:  ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રી ની આગામી ફિલ્મ ‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) પર વિવાદ ઊભો થયો છે. TMC (Trinamool Congress)ના નેતાઓએ ફિલ્મના ટીઝર અને તેના દ્રશ્યોને લઈને FIR દાખલ કરી છે. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ ‘સાંપ્રદાયિક નફરત’ ફેલાવે છે અને ‘માતા દુર્ગાની પ્રતિમા’ને આગ લગાવવાના દ્રશ્ય પરંપરા અને ધાર્મિક સૌહાર્દ સામે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Son of Sardaar 2: સુનિલ શેટ્ટી એ આપ્યો સન ઓફ સરદાર 2 નો પહેલો રીવ્યુ, અજય દેવગણ ની ફિલ્મ વિશે કહી આવી વાત

 FIRમાં શું છે આરોપ?

FIRમાં TMC નેતાઓએ જણાવ્યું છે કે “ટીઝરમાં દર્શાવાયેલ દ્રશ્યો રાજ્યમાં તણાવ ઊભો કરી શકે છે.” તેમણે કહ્યું કે “આ ફિલ્મ ભારતીય સિનેમાની ધર્મનિરપેક્ષ પરંપરાને નુકસાન પહોંચાડે છે.” FIRમાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી બંનેના નામ છે.ફિલ્મના નિર્માતા હાલમાં અમેરિકાના 10 શહેરોમાં ફિલ્મના પ્રમોશન માટે ટૂર પર છે. 19 જુલાઈથી શરૂ થયેલી ટૂર 10 ઓગસ્ટે હ્યુસ્ટનમાં પુરી થશે. અત્યાર સુધીમાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.


‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને અભિષેક અગ્રવાલ તથા પલ્લવી જોશી દ્વારા પ્રોડ્યુસ કરાયેલી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમારઅને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘ફાઇલ્સ ટ્રિલોજી’નો ભાગ છે અને 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version