Site icon

Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન

Dharmendra: ‘હી-મેન’ ના અજોડ પ્રદાનને ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન; ૬૫ વર્ષની લાંબી સફર અને અગણિત સુપરહિટ ફિલ્મોની યાદ તાજી થઈ.

Legendary actor Dharmendra awarded Padma Vibhushan posthumously

Legendary actor Dharmendra awarded Padma Vibhushan posthumously

News Continuous Bureau | Mumbai

Dharmendra:  હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ૮૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ધર્મેન્દ્રને તેમના દમદાર એક્શન અને રોમેન્ટિક રોલ્સ માટે ‘હી-મેન’ તરીકે ઓળખવામાં આવતા હતા. ભારત સરકારે સિનેમામાં તેમના ૬૫ વર્ષથી વધુના અતુલનીય યોગદાનની કદર કરી છે.આ વર્ષની પદ્મ પુરસ્કારોની યાદીમાં મશહૂર ગાયિકા અલકા યાગ્નિક અને દક્ષિણના સુપરસ્ટાર મમૂટીના નામનો પણ સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Who is Medha Rana: ‘બોર્ડર 2’ માં વરુણ ધવનની હિરોઈન તરીકે પસંદ થઈ મેધા રાણા; જાણો આ ગ્લેમરસ અભિનેત્રીનો રિયલ લાઈફ ‘ફૌજી’ પરિવાર સાથેનો સંબંધ

ધર્મેન્દ્રની યાદગાર સફર અને ફિલ્મો

 પંજાબના નસરાની ગામમાં ૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ જન્મેલા ધર્મેન્દ્રએ ૧૯૬૦માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી સિનેમાને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે તેમના અવસાન બાદ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈક્કીસ’ તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ, જેમાં તેમણે અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવી હતી.


ભારત સરકારે આ વખતે કલા ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર અનેક હસ્તીઓની પસંદગી કરી છે. જેમાં અલકા યાગ્નિક નું નામ સામેલ છે જેને વર્ષો સુધી પોતાની મધુર ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર સિંગરને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત  મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મમૂટી ની સિદ્ધિઓની પણ નોંધ લેવાઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Hrithik Roshan: ફાઈટર ઋત્વિકની આ હાલત? લાકડીના સહારે જોવા મળ્યો સુપરસ્ટાર; સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Exit mobile version