News Continuous Bureau | Mumbai
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ(Standup comedian Raju Shrivastav)નું 21 સપ્ટેમ્બર 2022ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. છેલ્લા એક મહિનાથી જીવનની લડાઈ લડી રહેલા આ કલાકારે આજે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શું તમે જાણો છો કે રાજુ શ્રીવાસ્તવનું અસલી(Real name) નામ કંઈક બીજું હતું અને અભિનેતા અનિલ કપૂર(Actress Anil Kapoor) સાથે પણ તેમનો ખાસ સંબંધ હતો. ચાલો જાણીએ રાજુ શ્રીવાસ્તવ વિશે કેટલીક અજાણી વાતો…..
રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ:
શું તમે જાણો છો કે રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav)નું સાચું નામ કંઈક બીજું હતું? તમને જણાવી દઈએ કે આ કોમેડિયનનો જન્મ 25 ડિસેમ્બર, 1963ના રોજ કાનપુર(Kanpur)માં થયો હતો અને તેનું અસલી નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ(Satya Prakash Shrivastav) હતું.
આ સમાચાર પણ વાંચો : રેખા-અમિતાભને રોમેન્ટિક થતા જોઈ જયા રડી પડી- રેખાએ વર્ષો પછી ખુલાસો કર્યો
રાજુ શ્રીવાસ્તવ અને અનિલ કપૂર:
રાજુ શ્રીવાસ્તવ અને અનિલ કપૂર વચ્ચે ખાસ બોન્ડ છે. તમે કદાચ નહીં જાણતા હોવ રાજુ શ્રીવાસ્તવે વર્ષ 1988માં આવેલી અનિલ કપૂરની તેઝાબ(Tezab) સાથે શોબિઝમાં ડેબ્યૂ કર્યું હતું….
રાજુ શ્રીવાસ્તવને આ શોથી મળી ઓળખઃ
તમને જણાવી દઈએ કે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ રાજુ શ્રીવાસ્તવે રિયાલિટી ટીવી શો(Reality TV Show) ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ(Great Indian Laughter Challenge)માં ભાગ લઈને ઓળખ મેળવી હતી. આ શો 2005માં આવ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવનું ટીવી અને ફિલ્મી કરિયરઃ
રિયાલિટી ટીવી શો કરતા પહેલા રાજુ શ્રીવાસ્તવે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર'(Bazigar) અને 'અમદાની અઠ્ઠનની ખર્ચા ચાર રૂપૈયા' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. કોમેડિયન 'અદાલત' અને 'શક્તિમાન' જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોણે કર્યો શૈલેષ લોઢા સાથે દગો – પોસ્ટ શેર કરીને વ્યક્ત કર્યો પોતાનો ગુસ્સો-ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
રાજુ શ્રીવાસ્તવ બિગ બોસઃ
રાજુ શ્રીવાસ્તવ ઘણા શો અને ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે અને આ લિસ્ટમાં બિગ બોસનું નામ પણ સામેલ છે. રાજુ શ્રીવાસ્તવ બિગ બોસની ત્રીજી સીઝનમાં જોવા મળ્યો હતો.