ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
બૉલિવુડ અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર તેના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની તસવીરો શૅર કરતી રહે છે.

શનાયાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શૅર કર્યા છે. આ તસવીરોમાં શનાયા વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સફેદ રંગનાં દુપટ્ટાવાળા ફોટોશૂટમાં શનાયા ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. સાથે તેણે માથે મોટી ટોપી પહેરી છે. જે બીચ એસેસરીઝ જેવી છે.

શનાયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. તેના ચાહકોને શનાયાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકોની સાથે શનાયાની આ તસવીરો પર શનાયાની માતા મહીપ કપૂરે અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ કોમેન્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે શનાયા કપૂર કરણ જોહરની ધર્મા પ્રોડક્શનથી બૉલિવુડમાં પ્રવેશ કરશે. શનાયાએ વર્ષોથી સ્ટાર કિડ તરીકે લોકપ્રિયતા મેળવી છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિતનાં સ્ટાર કિડ્સ તેણે લૉન્ચ કર્યાં છે. હવે સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
