ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
બિગ બોસ 10માં જોવા મળેલી લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેણીના સુંદર અને ગ્લેમરસ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકોને પણ તેની આ શૈલી પસંદ છે. તાજેતરમાં જ તેણે ફરીથી કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.
લોપાની આ તસવીરો ચાહકોને ખુબ પંસદ આવી રહી છે. તેણે બર્ફીલા પહાડોની વચ્ચે કડકડતી ઠંડીમાં બિકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરોમાં તે ગુલાબી રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. તેના હાથમાં કોફી મગ અને તેના માથા પર કેપ છે.
લોપામુદ્રા રાઉત એક મોડલ છે. બિગ બોસમાં આવ્યા બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. તે પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે જાણીતી બની ગઈ હતી. ત્યારબાદ લોપામુદ્રા રાઉત વર્ષ 2017 માં ખતરો કે ખિલાડી સીઝન 8 માં જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે લોપામુદ્રાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે મોડેલિંગમાં કેરિયર બનાવી હતી. મહારાષ્ટ્રના નાગપુરની લોપામુદ્રા મોડેલ ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દિવા જેવી બ્યુટી પ્રતિયોગિતામાં ભાગ લઈ ચૂકી છે.