News Continuous Bureau | Mumbai
Los angeles fire: અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી ભયાનક આગને કારણે સર્વત્ર વિનાશ મચી ગયો છે. નોરા ફતેહીએ આ ખતરનાક પરિસ્થિતિમાંથી પોતાનો જીવ બચાવ્યો છે.નોરા એ એક વિડીયો શેર કરીને તેની આપવીતી જણાવી હતી. આ સાથે જ હોલિવુડ ના ઘણા સ્ટાર્સ ના ઘર બળી ને ખાખ થઇ ગયા છે. આ આગનો એક વીડિયો પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Anupama update: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી,પ્રેમ અને રાહી ના જીવન માં તોફાન લાવશે આ વ્યક્તિ!
ભીષણ આગ માં હોલિવુડ કલાકારો ના ઘર થયા ખાખ
લૉસ એન્જલિસમાં લાગેલી આગને કારણે હોલિવુડ કલાકાર એડમ બ્રૉડી અને લીટન મેસ્ટની 6.5 મિલિયન ડૉટલરની સંપત્તિ પણ બળીને ખાખ થઈ ગઈ હતી.લોકપ્રિય અભિનેત્રી અને હોટેલ ચેઇનની ઉત્તરાધિકારી પેરિસ હિલ્ટન નું માલિબુનું ઘર આગમાં નાશ પામ્યું છે.હૉલિવુડની સ્ટાર એના ફારિસનું કરોડોનું ઘર પણ આગને કારણે ગુમાવ્યું હતું.હોલિવુડ સ્ટાર યુજીન લેવીએ આ આગ ને કારણે લૉસ એન્જલિસ નું ઘર ખાલી કરવું પડ્યું હતું.ઑસ્કર અવૉર્ડ વિજેતા એન્થની હૉકિન્સે પણ કેલિફોર્નિયામાં લાગેલી આગમાં પોતાનું ઘર ગુમાવ્યું.આ સિવાય બીજા ઘણા હોલિવુડ સ્ટાર્સ એ તેમના ઘર આ આગને કારણે ગુમાવ્યા છે.
We request Indian government to repatriate Devi #NoraFatehi who is struck in #California .#JimmyCarter #Melania #Michelle #LosAngelesFire #PoorObama #JourneyTogether #Trump #थार_घातक_भाजपा #HappyBirthdayHrithikRoshan #GameChanager pic.twitter.com/z5BRYQvzzN
— Mr. Professor (@Indprofessor) January 9, 2025
આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં એક વિડીયો શેર કેટ તેની આપવીતી શેર કરી હતી નોરા ફતેહીએ વીડિયોમાં કહ્યું, “હું LA માં છું, જંગલની આગ ભયંકર છે. મેં પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી. અમને હમણાં જ હોટેલ ખાલી કરવાનો ઓર્ડર મળ્યો છે. મેં મારો સામાન પેક કરી લીધો છે અને ટૂંક સમયમાં આ હોટેલ છોડી રહીશ હું એરપોર્ટ વિસ્તારમાં જઈશ કારણ કે આજે મારી ફ્લાઇટ છે. મને આશા છે કે હું ફ્લાઇટ પકડી શકીશ. મને આશા છે કે ફ્લાઇટ રદ ન થાય કારણ કે આ ખરેખર ડરામણું છે. મને આશા છે કે લોકો સુરક્ષિત હશે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)