News Continuous Bureau | Mumbai
Los angeles wildfires: લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી જંગલની આગને કારણે અત્યાર સુધીમાં ઘણું નુકસાન થયું છે. હોલિવુડ ના ઘણા સ્ટાર્સ ના ઘર બળીને ખાખ થઇ ગયા છે. હવે આ મોટા નુકસાનનો સામનો કરવા માટે, વોલ્ટ ડિઝની કંપનીએ મદદનો હાથ લંબાવ્યો છે.કંપનીએ કહ્યું કે તે પ્રારંભિક અને તાત્કાલિક રાહત અને પુનર્નિર્માણ પ્રયાસો માટે 15 મિલિયન ડોલર (આશરે રૂ. 120 કરોડ)નું દાન કરશે.
આ સમાચાર પણ વાંચો: Allu arjun: શું હવે બોલિવૂડ માં પણ ધૂમ મચાવશે અલ્લુ અર્જુન? પુષ્પા ને આ દિગ્ગ્જ ફિલ્મમેકર ની ઓફિસ ની બહાર જોવા મળતા થયું ચર્ચા નું બજાર ગરમ
ડિઝની એ કરી મદદ ની જાહેરાત
ડિઝનીએ તેની જાહેરાતમાં જણાવ્યું હતું કે તેનું દાન અમેરિકન રેડ ક્રોસ, લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ ફાઉન્ડેશન અને લોસ એન્જલસ રિજનલ ફૂડ બેંક જેવી સંસ્થાઓને જશે.ધ વોલ્ટ ડિઝની કંપનીના સીઈઓ એ જણાવ્યું. કે “વોલ્ટ ડિઝની કંપની આ દુર્ઘટનામાં અમારા સમુદાય અને અમારા કર્મચારીઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી સાથે મળીને આપણે આ નુકસાનમાંથી બહાર નીકળી શકીએ અને ફરીથી નિર્માણ કરી શકીએ,”
The Walt Disney Company Commits $15 Million to Los Angeles Area Fire Relief & Rebuilding Effortshttps://t.co/xWyp8ytTwr
— Disney Parks (@DisneyParks) January 10, 2025
ડિઝની કંપની ના સીઈઓ એ વધુ માં કહ્યું કે, “વોલ્ટ ડિઝનીએ લોસ એન્જલસમાં પોતાની કલ્પનાશક્તિને આગ ચાંપી દીધી. અહીં તેમણે પોતાના સપનાઓને સાકાર કર્યા અને અદ્ભુત વાર્તાઓ બનાવી જે વિશ્વભરના લાખો લોકો માટે મહત્વપૂર્ણ છે. આ મુશ્કેલ સમયમાં અમને ટેકો આપવા બદલ અમે આ મજબૂત અને ગતિશીલ સમુદાયના આભારી છીએ.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)