બોલિવૂડના પ્રખ્યાત ગાયક લકી અલીએ દાવો કર્યો છે કે તેમની એક જમીન પર ‘લેન્ડ માફિયા’ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ અંગે સિંગરે ( ias officer ) મહિલા વહીવટી અધિકારી ( defamation case ) પણ આમાં મળેલી છે નો પણ આરોપ લગાવ્યો છે. લકી અલીએ ( lucky ali ) ટ્વીટ કરીને આ મામલાની માહિતી આપી હતી. તેણે એવો પણ દાવો કર્યો છે કે એક IAS અધિકારીની મદદથી તેની બેંગ્લોરની મિલકત હડપ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.
લકી અલી એ લગાવ્યો IAS અધિકારી પર આરોપ
મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર, લકીએ એક મહિલા IAS ઓફિસર વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. લકીએ અધિકારી સામે કેસ દાખલ કરીને દલીલ કરી હતી કે બેંગલુરુમાં યેલાહંકા નજીક કેંચનાહલ્લી ખાતે તેની પુશ્તેની જમીન છે, જે તેને તેના પિતાના મૃત્યુ બાદ વસિયતમાં આપવામાં આવનાર હતી, પરંતુ એક IAS અધિકારીએ સુધીર રેડ્ડી સાથે મળીને તેમની પૂર્વજોની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે.. આ મુદ્દા અંગે લકીએ એમ પણ કહ્યું કે તેની પાસે તમામ દસ્તાવેજો છે, જે ત્રણ એકર જમીનના પુરાવા છે કે બેંગલુરુમાં જમીન પર તેનો કાયદેસરનો અધિકાર છે, પરંતુ જમીનને લઈને વિવાદ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે, તે IAS અધિકારી ની નિગરાની માં સુધીર રેડ્ડી એ આ જમીનને ટ્રસ્ટની મિલકત તરીકે જાહેર કરી છે. તેમનું કહેવું છે કે આ પ્રોપર્ટી સિંગરના મોટા ભાઈ મન્સૂર અલી પાસેથી 2012માં ખરીદી હતી.
Dear everyone , blatant misuse of power by one influential lady IAS officer wife of one Sudhir Reddy a local builder who has used and is currently using the state police to subvert law and using force to steal Trust properties ..in contempt of courts in Bangalore ..
— Lucky Ali (@luckyali) December 2, 2022
આ સમાચાર પણ વાંચો: ‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…
IAS અધિકારીએ આપ્યો ખુલાસો
જો કે, IAS અધિકારી આ વિવાદમાં સામેલ ન થવા બદલ પોતાનો ખુલાસો આપી રહી છે. તેનું કહેવું છે કે તેને આ સમગ્ર વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. IAS અધિકારીએ પણ ટ્વીટ કર્યું કે તે લકી અલી સામે માનહાનિનો કેસ પણ દાખલ કરશે. જ્યારે, સુધીર રેડ્ડી એ કહ્યું હતું કે મિલકત લકી અલીના ભાઈ મન્સૂર અલી પાસેથી 2012માં ખરીદવામાં આવી હતી અને તેમની પાસે ત્રણ એકર જમીન પરનો દાવો સાબિત કરવા માટેના તમામ દસ્તાવેજો હતા. તેણે આગળ કહ્યું, લકી માત્ર તેના પર કાદવ ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે.
This nothing new for Lucky Ali. He has been making false and baseless allegation since a long time. He is trying to extort money on the property his father had bought and sold long time back.
Making allegations against everyone without a single proof.
— Rohini Sindhuri ( FA ) (@rohinisindhuri) December 5, 2022
લકી અલી એ કર્ણાટક પોલીસ પાસે માંગી મદદ
લકી અલીની પ્રોપર્ટી સાથે જોડાયેલો આ વિવાદ ઘણો ગંભીર બની ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ તમામ વિવાદોને કારણે લકી અલીએ IAS અધિકારી પર ‘માનહાનિ’નો કેસ દાખલ કર્યો છે. બીજી તરફ લકીએ કાવતરાના કારણે તેની જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ લકીએ કર્ણાટકના ડીજીપીને પણ આ ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા વિનંતી કરી છે.આ કેસમાં છેલ્લી કોર્ટ સુનાવણી 7 ડિસેમ્બર 2022ના રોજ થશે.
આ સમાચાર પણ વાંચો: ChatGPT AI ચેટબોટ પર હોબાળો! મનુષ્યનું સ્થાન શું લેશે? કંપનીએ કહી આ વાત