ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તીની પત્ની મદાલસા શર્મા અવારનવાર કોઈક ને કોઈક કારણસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર તે બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં આવી છે.
હાલમાં જ મદાલસાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રીએ ચેક્સ પ્રિન્ટ ગાઉન પહેર્યું છે.
આપને જણાવી દઈએ કે મદાલસા શર્મા ફિલ્મનિર્દેશક અને નિર્માતા સુભાષ શર્માની પુત્રી છે. તેની માતા શીલા શર્મા હિન્દી અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મદાલસા શર્માએ ગણેશ આચાર્યની ફિલ્મ ‘એન્જલ’ થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો, જે 2011 માં રિલીઝ થઈ હતી. મદાલસા હાલમાં ‘અનુપમા’ની લીડ વેમ્પના રૂપમાં નજર આવી રહી છે. તે સિરિયલમાં નેગેટિવ કિરદાર અદા કરી રહી છે. દર્શકોને એ પસંદ આવી રહ્યો છે.