News Continuous Bureau | Mumbai
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક મધુબાલાનો જન્મ પ્રેમના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે થયો હતો. 14 ફેબ્રુઆરીને પ્રેમનો દિવસ માનવામાં આવે છે, પરંતુ મધુબાલા જીવનભર સાચા પ્રેમ માટે તડપતી હતી.મધુબાલા મુગલ-એ-આઝમના સહ-કલાકાર દિલીપ કુમારના પ્રેમમાં હતી. બંનેનો પ્રેમ સલીમ-અનારકલી જેવો હતો. પરંતુ દિલીપ કુમાર ઉર્ફે યુસુફ ખાનના એક કૃત્યથી બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો.
મધુબાલા ની ફિલ્મી કરિયર
મધુબાલાનો જન્મ 1933માં દિલ્હીમાં થયો હતો. અતાઉલ્લાહ ખાન અને આયેશા બેગમના 11 બાળકોમાંથી તેમના છ નાના ભાઈ-બહેન હતા. બે ટાઇમ ના રોટલા માટે નાની ઉંમરમાં જ કામ કરવા મજબૂર બન્યા હતા.બેબી મુમતાઝ ઉર્ફે મધુબાલા માત્ર 9 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી. બાળ કલાકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ બસંત હતી, જે 1942માં રિલીઝ થઈ હતી.મધુબાલાએ ‘નીલ કમલ’ ફિલ્મમાં રાજુમાર ની સામે મુખ્ય અભિનેત્રી તરીકે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. 1949માં તેને કમાલ અમરોહી ની ફિલ્મ ‘મહલ’થી ઓળખ મળી હતી. વર્ષ 1951માં ફિલ્મ ‘તરાના’ના શૂટિંગ દરમિયાન મધુબાલા દિલીપ કુમારને પસંદ કરવા લાગી હતી.તે જ સમયે મધુબાલા અને દિલીપ કુમારે મુગલ-એ-આઝમમાં સાથે કામ કર્યું હતું.
મધુબાલા નું લગ્નજીવન
મધુબાલાની બહેન મધુર ભૂષણે કહ્યું હતું કે કોર્ટમાં આપેલી જુબાનીના કારણે દિલીપ કુમાર અને મધુના સંબંધો તૂટી ગયા હતા વાત એમ હતી કે, બીઆર ચોપરાની ‘નયા દૌર’ માં દિલીપ અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું, જ્યારે ફિલ્મનું આગળનું શૂટિંગ ગ્વાલિયરમાં થવાનું હતું, પરંતુ મધુબાલાના પિતાએ તેમની પુત્રીને ડાકુ વિસ્તારમાં મોકલવાની ના પાડી દીધી હતી.આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં દિલીપ કુમારે મધુબાલા વિરુદ્ધ જુબાની આપી હતી. આનાથી અભિનેત્રીનું દિલ તૂટી ગયું, ત્યારબાદ બંને વચ્ચે મનમોટાવ થઇ ગયો. આ સંબંધ તૂટવાને કારણે મધુબાલા પણ તૂટી ગઈ હતી, તે બીમાર પડી ગઈ હતી. દરમિયાન, તેણીએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા. મધુબાલાએ વર્ષ 1960માં 27 વર્ષની ઉંમરે કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. બીમાર મધુનો જવાબ ડોક્ટરોએ આપી દીધો હતો. આ પછી કિશોર કુમારે પણ તેને એકલી છોડી દીધી.મધુબાલાના અંતિમ દિવસોમાં તેની સાથે કોઈ નહોતું, તે પ્રેમ માટે ઝંખતી હતી. પ્રેમના દિવસે જન્મેલી આ સુંદર અભિનેત્રીએ 23 ફેબ્રુઆરી 1969ના રોજ માત્ર 36 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.