News Continuous Bureau | Mumbai
બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) માધુરી દીક્ષિત(Madhuri Dixit) હિન્દી સિનેમામાં (In Hindi cinema) તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરીએ પોતાના અભિનયથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. અભિનેત્રીના અંગત જીવનની(Personal life) વાત કરીએ તો માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી અભિનેત્રી આ ચકાચોંધ થી દૂર થઈ ગઈ.માધુરી દીક્ષિત છેલ્લા કેટલાક વર્ષોમાં ફરી એકવાર ઉદ્યોગમાં સક્રિય થઈ છે.બોલિવૂડ સ્ટાર્સના(Bollywood stars) બાળપણના ફોટા(Childhood photos) અવારનવાર વાયરલ થતા રહે છે.
માધુરી ના પતિ મિસ્ટર નેનેએ ઈન્સ્ટાગ્રામ(Instagram)પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે કોલાજ બનાવીને તેનો બાળપણનો ફોટો અને માધુરી દીક્ષિતના બાળપણને શેર હતો. મોનોક્રોમ ફોટોમાં( monochrome photo) માધુરી અને શ્રીરામ હસતા જોવા મળે છે. આ ફોટો જોઈને રામ નેનેને ઓળખવો એટલું સરળ નથી. માધુરી દીક્ષિત બાળપણમાં પણ ખૂબ જ સુંદર હતી.માધુરી દીક્ષિતના પતિ શ્રીરામ નેને ઘણીવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતા નથી. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર માધુરી દીક્ષિત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જેની એક ઝલક તમે તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. શ્રીરામ નેનેએ મોનોક્રોમ ફોટો શેર કર્યા બાદ માધુરી અને તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું – એકવાર રાજકુમાર અને તેની રાજકુમારી મળી.
આ સમાચાર પણ વાંચો : 80 ના દાયકાની અભિનેત્રી મંદાકિની એ ખોલી બોલિવૂડની પોલ-હીરો અને હિરોઈન વચ્ચેના ભેદભાવ ને લઇ ને કહી આ વાત
તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને ના લગ્ન 17 ઓક્ટોબર 1999ના રોજ થયા હતા. લગ્ન પછી તે તેના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેને બે પુત્રો છે. માધુરી દીક્ષિતે વર્ષ 2007માં ફિલ્મ ‘આજા નચલે’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.હાલ માં અભિનેત્રી ‘ઝલક દિખલા જા 10’ માં જોવા મળી રહી છે.
