માધુરી પહેલા આ એક્ટ્રેસે સાઈન કરી હતી ‘સાજન’, શૂટિંગ પર પણ પહોંચી પણ….

માધુરી દીક્ષિતને સાજન ફિલ્મથી રાતોરાત ખ્યાતિ મળી હતી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ માટે માધુરી દીક્ષિત પહેલી પસંદ ન હતી પરંતુ તે સમયની અન્ય એક અભિનેત્રીને સાઈન કરવામાં આવી હતી.

-madhuri dixit not but actress ayesha jhulka was the first choice for saajan

માધુરી પહેલા આ એક્ટ્રેસે સાઈન કરી હતી 'સાજન', શૂટિંગ પર પણ પહોંચી પણ….

News Continuous Bureau | Mumbai

90ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સાજન’ આજે પણ ઘણા લોકોને યાદ હશે. આ ફિલ્મ ઘણા અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં રહી. સાજન ના દરેક ગીત સુપરહિટ થયા હતા. આ ફિલ્મમાં સંજય દત્ત, સલમાન ખાન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા અને તેનું નિર્દેશન લોરેન્સ ડિસોઝા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મ સફળ થઈ, ત્યારે તેના તમામ કલાકારોનું નસીબ ખુલી ગયું. તેની એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનું નામ પૂજા હતું અને તેને રાતોરાત ખ્યાતિ મળી હતી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માધુરી દીક્ષિત પહેલી પસંદ ન હતી પરંતુ તે સમયની અન્ય અભિનેત્રીને લેવાનો પ્લાન હતો.

Join Our WhatsApp Community

 

આ અભિનેત્રીએ ફિલ્મ સાઈન કરી હતી

1991માં આવેલી ‘સાજન’માં માધુરી દીક્ષિતના પાત્રે એક અલગ જ છાપ છોડી હતી, અગાઉ તે આયેશા ઝુલ્કા ભજવવાની હતી. આયેશા જુલ્કા 90ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી. તેણે પોતાના કરિયરમાં ‘જો જીતા વોહી સિકંદર’, ‘ખિલાડી’ અને ‘હિમ્મતવાલા’ જેવી હિટ ફિલ્મો આપી છે. જો આયેશા જુલ્કાએ ‘સાજન’ કરી હોત તો કદાચ આજે તેની કારકિર્દીનો ગ્રોથ અલગ હોત. જ્યારે માધુરી દીક્ષિત હજી પણ ઉદ્યોગમાં સક્રિય છે, ત્યારે આયેશા જુલ્કા માત્ર થોડા જ પાત્રોમાં દેખાય છે.

 

આ કારણે ફિલ્મ માંથી નીકળી ગઈ બહાર 

કદાચ આ ફિલ્મ આયેશા જુલ્કાના નસીબમાં નહોતી. તેણે ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી. IMDbના રિપોર્ટ અનુસાર, આયેશાએ ‘સાજન’માં પૂજાના રોલ માટે ફિલ્મ સાઈન કરી હતી. તે સમયે તે શૂટિંગ લોકેશન પર પણ દેખાઈ હતી પરંતુ ત્યારે જ તેની તબિયત બગડી હતી. આયેશા ને તાવ આવતો હતો અને તેની તબિયત સતત બગડતી જતી હતી. તે સમયે તે શૂટિંગ ચાલુ રાખવાની સ્થિતિમાં નહોતી. તેની તબિયત જોઈને મેકર્સે માધુરી દીક્ષિતને મુખ્ય પાત્ર નો રોલ ઓફર કર્યો હતો. આટલું જ નહીં, સંજય દત્તના રોલ માટે સૌપ્રથમ આમિર ખાનને સાઈન કરવામાં આવ્યો હતો.આમિરને સ્ક્રિપ્ટ ગમી હતી પરંતુ તેને સાગરના પાત્ર સાથે કનેક્શન ન લાગ્યું, તેથી તે ફિલ્મ માંથી બહાર નીકળી ગયો.

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version