Madhuri dixit: ડાન્સ બાદ હવે પોતાની ગાયિકી થી લોકો ને ઘાયલ કરતી જોવા મળી માધુરી દીક્ષિત, ધક ધક ગર્લ ના પતિ શ્રીરામ નેને એ શેર કર્યો થ્રોબેક વિડીયો

Madhuri dixit: માધુરી દીક્ષિત અને ડો. શ્રીરામ નેને એક પરફેક્ટ કપલ છે. માધુરી ના પતિ શ્રીરામ નેને એ એક વિડીયો શેર કર્યો છે જેમાં માધુરી દીક્ષિત એડ શીરાન નું લોકપ્રિય ગીત 'પરફેક્ટ' ગાતી જોઈ શકાય છે.

by Zalak Parikh
madhuri dixit sings ed sheeran song perfect with husband dr sriram nene

News Continuous Bureau | Mumbai

Madhuri dixit: માધુરી દીક્ષિત અને તેના પતિ ડૉ. નેને એક આદર્શ કપલ છે. કપલ બે બાળકો ના માતાપિતા છે. માધુરી બોલિવૂડ પાર્ટી માં તેના પતિ શ્રીરામ નેને સાથે જોવા મળે છે. જેમ બધા જાણે છે તેમ માધુરી તેના અભિનય કરતા તેના ડાન્સ માટે જાણીતી છે. હવે માધુરી નું વધુ એક ટેલેન્ટ સામે આવ્યું છે અને તે છે તેની ગાયિકી. માધુરી ના પતિ શ્રીરામ નેને એ માધુરી ની ગાયિકી નો એક વિડીયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જેનિફર મિસ્ત્રી અસિત મોદી સામે કેસ જીત્યા બાદ પણ નથી થઇ શાંત, શો ના નિર્માતા ને કહી આવી વાત

માધુરી દીક્ષિત નો વિડીયો 

માધુરી દીક્ષિતના પતિ શ્રીરામ નેનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે,માધુરી દીક્ષિત એડ શીરાન નું સૌથી લોકપ્રિય ગીત ગાઈ રહી છે. ત્યારબાદ તેનો પતિ નેને પણ તેની પત્ની સાથે આ ગીત ગાતો જોવા મળે છે. આ કપલ હંમેશની જેમ સ્ટાઇલિશ લાગી રહ્યું હતું. વીડિયો શેર કરતા શ્રીરામ નેને એ લખ્યું, ‘પરફેક્ટ ગીત હંમેશા અમારા મનપસંદ ગીતોમાંનું એક છે. @teddysphotos #EdSheeran દ્વારા આ ગીત ગાવાની ખૂબ મજા આવી.’

 

View this post on Instagram

 

A post shared by Dr. Shriram Nene (@drneneofficial)


માધુરી દીક્ષિત હાલમાં એક ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More