Madhuri dixit: અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મમાં માધુરી દીક્ષિતે તેનું બ્લાઉઝ ઉતરવા ની ના પાડતા કરવામાં આવી હતી ફિલ્મ માંથી બહાર, નિર્દેશકે કર્યો ખુલાસો

Madhuri dixit: અભિનેતા, નિર્દેશક, નિર્માતા, લેખક ટીનુ આનંદે બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપી. અભિનય સિવાય તેણે ફિલ્મોનું નિર્દેશન કરીને ઘણી સફળ ફિલ્મો પણ બનાવી છે.

Madhuri dixit: tinu anand reveal that madhuri dixit was fired from film as she refused to remove her blouse on camera

Madhuri dixit: અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મમાં માધુરી દીક્ષિતે તેનું બ્લાઉઝ ઉતરવા ની ના પાડતા કરવામાં આવી હતી ફિલ્મ માંથી બહાર, નિર્દેશકે કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai 

 Madhuri dixit: અભિનેતા, નિર્દેશક, નિર્માતા, લેખક ટીનુ આનંદે બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપી. અભિનય સિવાય તેણે ફિલ્મોનું નિર્દેશન કરીને પણ ઘણી સફળ ફિલ્મો બનાવી છે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવવામાં તેમની મોટી ભૂમિકા હતી. ટીનુ આનંદે હાલમાં જ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે જણાવ્યું હતું જેમાં તેણે એક સીન પર માધુરી દીક્ષિત સાથે થયેલ મતભેદ નો ઉલ્લેખ કર્યો હતો.

Join Our WhatsApp Community

 

માધુરી દીક્ષિતે કોસ્ચ્યુમ પહેરવાની પાડી ના 

વાસ્તવમાં, આ કિસ્સો 1989 નો છે જ્યારે માધુરીએ અમિતાભ બચ્ચન સાથે ‘શનાખત’ નામની ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મ દ્વારા પહેલીવાર અમિતાભ અને માધુરીની જોડી જોવા મળવાની હતી. ટીનુ આનંદે ફિલ્મમાં માધુરીના સીન સાથે જોડાયેલી ઘટના વર્ણવી છે. એક રેડિયો સ્ટેશન સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે ફિલ્મના સેટ પર માધુરીનો પહેલો દિવસ હતો અને કોસ્ચ્યુમને લઈને તેનો ઝઘડો થયો હતો. અભિનેત્રીને કહેવામાં આવ્યું હતું કે એક સીનમાં તેણે માત્ર બ્રા પહેરીને જ શૂટિંગ કરવું પડશે, જેમાં તે અસ્વસ્થતા અનુભવી રહી હતી. આ જ કારણ હતું કે માધુરીએ આ પોશાક પહેરવાની ના પાડી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : KBC15: કરોડપતિ બન્યા બાદ પણ જસકરણને છે આ વાતનો અફસોસ, અમિતાભ બચ્ચન ના સ્વભાવ વિશે કહી આવી વાત

માધુરી દીક્ષિત ને ફિલ્મ માંથી કરવામાં આવી બહાર 

ઈન્ટરવ્યુ દરમિયાન ટીનુ એ વાત કરતા કહ્યું કે માધુરી દીક્ષિત પહેલા 45 મિનિટ સુધી તેના રૂમમાંથી બહાર ન આવી અને જ્યારે મેં જઈને પૂછ્યું કે શું થયું તો તેણે કહેવાનું શરૂ કર્યું કે હું આ સીન કરવા નથી માંગતી. મેં કહ્યું સોરી પણ તમારે આ સીન કરવો પડશે. જ્યારે માધુરી મક્કમ રહી ત્યારે મેં કહ્યું પેક અપ કરો, ફિલ્મને અલવિદા કહી દો અને હું શૂટિંગ કેન્સલ કરીશ.ટીનુએ કહ્યું કે ‘આ સીનમાં અમિતાભને ખલનાયક દ્વારા સાંકળથી બાંધવામાં આવ્યો હતો અને તેને બચાવવા માધુરી આવે છે અને કહે છે કે જ્યારે આ મહિલા તમારી સામે ઉભી છે ત્યારે તમે સાંકળથી બાંધેલા માણસને કેમ મારી રહ્યા છો. આ રીતે માધુરી હીરોને બચાવે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ફરીથી ડબ્બા બંધ થઇ ગઈ હતી. વધુમાં, ટીનુ કહે છે કે જ્યારે સાઈન કરતી વખતે તેણે આ સીન માધુરીને સંભળાવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ‘તારે બ્લાઉઝ ઉતારવું પડશે અને હું ઝાડીઓમાંથી કંઈ છુપાવીશ નહીં કારણ કે તું સીનમાં હીરોને મદદ કરે છે.’ , ત્યારે માધુરીએ આ સીન માટે હા કહી હતી.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version