“ભીમે “ લીધી જગતની વિદાયઃ અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022

મંગળવાર.

મહાભારતમાં મહાકીય ભીમની ભૂમિકાને ભજવીને જાણીતા થઈ ગયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થયું હતું. લાંબા સમયથી તેઓ બીમાર હોવાનું કહેવાય છે.

દૂરદર્શન પર 1989માં આવેલી 'મહાભારત' સિરિયલના એક એક પાત્રએ લોકોના માનીતા બની ગયા હતા. મહાભારત સિરિયલમાં પ્રવીણ કુમારે ભીમનું પાત્ર ભજવ્યું હતું. 

લતા દીદી નો આ વિડીયો અત્યારે થયો વાયરલ. કહેવાય છે કે લતા દીદી નો હોસ્પિટલ ખાતે નો આ છેલ્લો વિડીયો છે. વિડીયો જોઈને લોકો થયા છે ભાવુક.. જુઓ વિડિયો…

પ્રવીણ કુમાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એથ્લેટ હતા. તેણે બે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. 1967માં તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 
પ્રવીણ કુમારે 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, મહાભારતમાં ભીમની ભૂમિકાને કારણે તે ઘર-ઘરમાં પહોંચી ગઈ હતી. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment