News Continuous Bureau | Mumbai
Mahabharat Returns: ભારતના સૌથી લોકપ્રિય મહાકાવ્ય ‘મહાભારત’ (Mahabharat) હવે 37 વર્ષ બાદ નવા અવતારમાં પાછું આવી રહ્યું છે. આ વખતે દર્શકોને મળશે એક નવી ટેક્નોલોજીથી ભરપૂર અનુભવ – AI આધારિત મહાભારત. કલેક્ટિવ મીડિયા નેટવર્ક દ્વારા તૈયાર કરાયેલ આ પ્રોજેક્ટ પહેલા OTT પ્લેટફોર્મ ‘WAVES’ પર રિલીઝ થશે અને પછી ટીવી પર પ્રસારિત થશે.
આ સમાચાર પણ વાંચો : Abhinav Kashyap: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ, સલમાન બાદ હવે શાહરુખ ખાન પર અભિનવ કશ્યપ એ સાધ્યું નિશાન
સૌપ્રથમ OTT પ્લેટફોર્મ ‘વેવ્સ’ પર થશે પ્રસારણ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાણકારી આપી છે કે મહાભારતને ટીવી પહેલાં ઓટીટી પર બતાવવામાં આવશે. દર્શકો ઓટીટી પર તેનો આનંદ પ્રસાર ભારતીના સત્તાવાર ઓટીટી પ્લેટફોર્મ ‘વેવ્સ’ (WAVES) પર માણી શકશે. ઓટીટી પર તેની શરૂઆત દિવાળી પછી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ થી થશે. પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, “આ એઆઈ આધારિત મહાભારતમાં ભાગીદારી દર્શકોને ભારતની સૌથી મહાન મહાકાવ્યોમાંથી એકનો નવેસરથી અનુભવ કરવાની તક પૂરી પાડી રહી છે.”
India’s Greatest Epic returns!@prasarbharati & Collective Media Network partner to reimagine Mahabharat for today’s generation — blending heritage with cutting-edge AI innovation.
📺 Premieres on @WAVES_OTT (25 Oct) & @DDNational (2 Nov, Sun 11 AM).
A journey of Virasat &… pic.twitter.com/8QbLHkgPl4
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) October 10, 2025
ઓટીટી પર સ્ટ્રીમ થયાના એક અઠવાડિયા પછી જ એઆઈ આધારિત મહાભારતની શરૂઆત ૨ નવેમ્બર, ૨૦૨૫ થી ટીવી પર થશે. દર્શકો ઘરે બેઠા ટીવી પર દર રવિવારે સવારે ૧૧ વાગ્યે દૂરદર્શન પર તેનો આનંદ લઈ શકશે. નવી પેઢીને ભારતની સભ્યતા, સંસ્કૃતિ અને મૂળિયાં સાથે જોડી રાખવા માટે કલેક્ટિવ મીડિયા નેટવર્કે મોટી પહેલ કરી છે. ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારત હવે એઆઈ સ્વરૂપમાં રજૂ કરવા માટે સખત પ્રયાસો કરવામાં આવ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)