News Continuous Bureau | Mumbai
મહાભારત સિરિયલમાં શકુની મામા નો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે. જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, તેણે ગૂફીના પરિવારને ટાંકીને આ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
ગૂફી પેન્ટલ ને ખરાબ તબિયત ને કારણે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના, ઉપચાર માટે પ્રાર્થના, પ્રાર્થનાની જરૂર છે.” જે પછી લોકોએ તેની આ પોસ્ટ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે અભિનેતા અને તેના પરિવારે આ વિગતો કોઈની સાથે શેર કરવાનો ઈન્કાર કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે ગૂફીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, પરંતુ 31 મેના રોજ તેમની હાલત નાજુક થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
ગૂફી પેન્ટલ ની કારકિર્દી
ગૂફીની કારકિર્દી વિશે વાત કરીએ તો, અભિનેતા 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા તે એન્જિનિયર હતા. ગૂફીને બી આર ચોપરાની સીરિયલ મહાભારતથી ઓળખ મળી હતી. આ શોમાં તેણે શકુની મામા નું પાત્ર ભજવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ જરૂરી છે; આરોગ્ય મંત્રાલય દ્વારા નવા નિયમનની તૈયારી