Devendra fadnavis Chhava: મહારાષ્ટ્ર ના સીએમ એ જોઈ છાવા, વિકી કૌશલ ની ફિલ્મ ના વખાણ કરતા દેવેન્દ્ર ફડણવીસ એ કહી આવી વાત

Devendra fadnavis Chhava: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ સંભાજી મહારાજ ના જીવન પર આધારિત છે. હવે મહારાષ્ટ્ર ના સીએમ દેવેન્દ્ર ફડણવીસ એ વિકી કૌશલ ની ફિલ્મ છાવા જોઈ છે. ફિલ્મ જોયા બાદ તેમને પત્રકારો સાથે વાત પણ કરી હતી.

by Zalak Parikh
Maharashtra CM devendra fadnavis praise vicky kaushal film chhaava

News Continuous Bureau | Mumbai

Devendra fadnavis Chhava: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મ સંભાજી મહારાજ ના જીવન પર આધારિત છે.આ ફિલ્મ માં વિકી કૌશલ ને સંભાજી મહારાજ ના રૂપ માં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તાજેતર માં મહારાષ્ટ્ર ના સીએમ દેવેન્દ્ર ફડણવીસ એ પણ વિકી કૌશલ ની ફિલ્મ છાવા જોઈ છે. ફિલ્મ જોયા બાદ તેમને ત્યાં હાજર પત્રકારો સાથે વાત પણ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: આશુતોષ ગોવારિકર ના દીકરા ના લગ્ન માં પહોંચ્યો શાહરુખ ખાન, કિંગ ખાન ની એન્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ

દેવેન્દ્ર ફડણવીસ એ કર્યા છાવા ના વખાણ 

મંત્રી અદિતિ તટકરેએ તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં મહારાષ્ટ્ર ના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા સીએમ એ કહ્યું,”ઇતિહાસ લેખકોએ છત્રપતિ સંભાજી મહારાજ સાથે ઘણો અન્યાય કર્યો હતો, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમની વીરતા, બહાદુરી, ચતુરાઈ, બુદ્ધિ, જ્ઞાન, તેમના જીવનના આ બધા પાસાઓ લોકોની સામે આવી રહ્યા છે.”જેમ છત્રપતિ શિવાજી મહારાજ પછી છત્રપતિ સંભાજી મહારાજે સતત સ્વરાજ્યનું રક્ષણ કર્યું, તેમ આ ફિલ્મ દ્વારા તેમનું બલિદાન લોકો સમક્ષ આવી રહ્યું છે. હું આ ફિલ્મના નિર્માતાઓ અને સમગ્ર ટીમને અભિનંદન આપવા માંગુ છું.”


દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, ‘છાવા’ એ શિવાજી સાવંતની મરાઠી નવલકથા ‘છાવા’ નું સિનેમેટિક રૂપાંતર છે. આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજ ની ભૂમિકામાં વિકી કૌશાક, યેસુબાઈ નીભૂમિકામાં રશ્મિકા મંડન્ના, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ની ભૂમિકામાં અક્ષય ખન્ના જોવા મળી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More