Site icon

Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું

Sukesh chandrashekhar: ફરી એકવાર સુકેશે જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, સુકેશે જેલમાંથી પત્ર લખીને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી અને એમ પણ કહ્યું કે હું તારા માટે 9 દિવસ ઉપવાસ રાખીશ.

mahathug sukesh chandrashekhar letter to jacqueline showered love

mahathug sukesh chandrashekhar letter to jacqueline showered love

News Continuous Bureau | Mumbai

Sukesh chandrashekhar: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે નવો પ્રેમ પત્ર મોકલ્યો છે. છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ સુકેશ બોલિવૂડની દિવા જેકલીન માટે વારંવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. અત્યાર સુધી સુકેશે જેકલીનને જેલમાંથી ઘણા લવ લેટર મોકલ્યા છે. આ વખતે પણ સુકેશે જેલમાંથી અભિનેત્રી માટે લવલેટર લખ્યો છે. 

Join Our WhatsApp Community

 

સુકેશે લખ્યો જેકલીન ને લવ લેટર 

થોડા સમય પહેલા મહા ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝ ડેટિંગની અફવાઓ સામે આવી હતી. જોકે, અભિનેત્રીએ સુકેશ સાથેના કોઈપણ સંબંધનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સુકેશ જેલમાંથી પ્રેમ પત્રો લખીને જેકલીન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. નવરાત્રિ પર સુકેશે જેકલીનને એક ખાસ સંદેશ મોકલ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે જેકલીન માટે નવ દિવસ ઉપવાસ કરશે. તેનાથી બંને વચ્ચેની બાબતોનું સમાધાન થશે. સાથે જ જેકલીનના જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે. આ સિવાય સુકેશે નવરાત્રી પછી મા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં જેકલીન માટે વિશેષ પૂજા આરતીનું આયોજન કરવાનું વચન પણ આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ

સુકેશે લેટર માં લખ્યું, બેબી, “તું ‘દોહા શો’માં સુપર હોટ અને સુંદર લાગી રહી હતી. બેબી, મારી બોમ્મા, તારાથી સુંદર કોઈ નથી. બેબી, કારણ કે આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, મારા જીવનમાં પહેલીવાર હું ‘તારી સુખાકારી’ માટે અને ખાસ કરીને આપણી આસપાસની નકારાત્મકતાને દૂર કરવા માટે પૂરા 9 દિવસનો ઉપવાસ કરવા જઈ રહ્યો છું. માતા શક્તિના આશીર્વાદથી આપણામાં રહેલી ગેરસમજ દૂર થશે અને સત્યનો વિજય થશે. આપણે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું.’સુકેશે વધુમાં લખ્યું કે, “હવે હું તને એક પણ ઘાવ નહીં આવવા દઉં.” બેબી, આ દુનિયાનું કોઈ પણ ‘પાંજરું’ મને તને પ્રેમ કરતા, તારી રક્ષા કરતા અને તારા માટે ઉભા રહેવાથી રોકી શકતું નથી. બેબી, હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે, હું તારા માટે જીવું છું અને તારા માટે મરીશ. મારી સિંહણ, મારી શક્તિ, હું તને પાગલપણે પ્રેમ કરું છું.”

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version