Site icon

મહેશ બાબુની દીકરી સિતારાને હાથ લાગી મોટી ડીલ, 10 વર્ષની ઉંમરમાં બની ટોપ સ્ટારકીડ

મહેશ બાબુની દીકરી સિતારાએ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ શાનદાર કામ કર્યું છે. આ સાથે તે તેના લેટેસ્ટ પ્રોજેક્ટથી ટોપ સ્ટાર કિડ બની ગઈ છે.

mahesh babu daughter sitara becomes indias first star kid to get big contract

મહેશ બાબુની દીકરી સિતારાને હાથ લાગી મોટી ડીલ, 10 વર્ષની ઉંમરમાં બની ટોપ સ્ટારકીડ

News Continuous Bureau | Mumbai

સુપરસ્ટાર્સની સાથે ચાહકોની નજર પણ તેમના બાળકો પર ટકેલી હોય છે. જેમ જેમ આ સ્ટાર્સના બાળકો થોડા મોટા થાય છે, લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેઓ ફિલ્મોમાં પણ કામ કરશે કે નહીં. આ એપિસોડમાં, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની પુત્રી સિતારા હાલમાં હેડલાઇન્સમાં છે. સિતારાએ માત્ર 10 વર્ષની ઉંમરે જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે, તે જાણીને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

Join Our WhatsApp Community

 

સિતારા એ કરાવ્યું જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ 

સિતારાને એક જાણીતી બ્રાન્ડને એન્ડોર્સ કરવાની તક મળી છે. તે હવે જ્વેલરી બ્રાન્ડને એન્ડોર્સ કરશે. 10 વર્ષની  સ્ટારે તાજેતરમાં જ આ જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ એડ શૂટ કરવામાં આવી હતી તે જગ્યા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલ્યું. રિપોર્ટ્સ અનુસાર સિતારાને આ એન્ડોર્સમેન્ટ અને કોન્ટ્રાક્ટ માટે મોટી રકમ મળી છે. હવે સિતારા આટલો મોટો કોન્ટ્રાક્ટ મેળવનારી દેશની પ્રથમ સ્ટાર કિડ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેન ની તબિયત લથડી, આ કારણે થયા હોસ્પિટલમાં દાખલ

 

 7 વર્ષ ની ઉંમર થી કામ કરી રહી છે સિતારા 

તમને જણાવી દઈએ કે સિતારા સાત વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. નાનપણથી જ તેણે યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને કમાણી કરી. કહેવત છે કે મોરનાં ઈંડા ચીતરવા ના પડે . અને સિતારાનું પણ એવું જ છે. બાળપણમાં કમાણી શરૂ કર્યા પછી, સિતારાએ 2020 માં ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પગ મૂક્યો અને પ્રભુત્વ જમાવ્યું. અહીં પણ સિતારાના વીડિયોનું વર્ચસ્વ છે. હવે સિતારાની આ નવી જાહેરાત ટૂંક સમયમાં ટીવી પર ઓન-એર થશે. આને લગતી બાકીની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version