News Continuous Bureau | Mumbai
- સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના (South superstar Mahesh Babu) પિતા કૃષ્ણાએ (Krishna) દુનિયાને અલવિદા કહી દીધું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ, પીઢ તેલુગુ અભિનેતા (Telugu actor) કૃષ્ણાનું આજે વહેલી સવારે હાર્ટ અટેક (Heart attack) આવવાને કારણે નિધન થયું છે.
- તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે 14મી નવેમ્બરના રોજ હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં (Continental Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
- અભિનેતા કૃષ્ણાનું સાચું નામ ઘટ્ટમનેની શિવરામ કૃષ્ણા (Shivaram Krishna) છે અને તેઓ તેલુગુ ફિલ્મોના (Telugu films) વરિષ્ઠ અભિનેતા હતા.
- કૃષ્ણાએ 1960ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 350 ફિલ્મોમાં અભિનય કર્યો છે.
- તેઓ એક સફળ નિર્દેશક અને નિર્માતા પણ હતા. તેમને વર્ષ 2009માં ‘પદ્મ ભૂષણ’થી (Padma Bhushan) નવાજવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ચહેરાની સાથે સાથે ગરદનની ત્વચાનું પણ રાખો ધ્યાન, ગરદન પરની કરચલીઓ અને કાળાશ દૂર કરવા અજમાવી જુઓ આ ટિપ્સ..
Join Our WhatsApp Community