Site icon

મહેશ ભટ્ટે જમાઈ રણબીર કપૂર પર વરસાવ્યો પ્રેમ, અભિનેતા ને ગળે લગાવી થયા ભાવુક; જુઓ હૃદય સ્પર્શી તસવીરો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના(Bollywood) પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના(Ranbir-Alia wedding) બંધનમાં બંધાઈ ગયા છે. 14 એપ્રિલના રોજ બંનેએ તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આલિયા અને રણબીરના (Ranbir-Alia)લગ્ન ખૂબ જ ખાનગી હતા, જેમાં તેમના પરિવાર સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. હવે આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને તેમના નજીકના લોકો સાથે લગ્નની વિધિની મજા માણી રહ્યાં છે. પૂજા ભટ્ટે પણ લગ્નની નવી તસવીરો શેર કરી છે, જેમાં મહેશ ભટ્ટ(Mahesh Bhatt) તેના જમાઈ રણબીર (Ranbir Kapoor)પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

પૂજા ભટ્ટે (Pooja Bhatt)તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Instagram)એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં રણબીર તેના સસરા મહેશ ભટ્ટ(Mahesh Bhatt) સાથે જોવા મળી રહ્યો છે. આ બંને તસવીરોમાં રણબીર મહેશ ભટ્ટને ગળે લગાવતો જોઈ શકાય છે. આ તસવીરોમાં રણબીરના ચહેરા પર સુંદર સ્મિત છે પરંતુ મહેશ ભટ્ટ તેમની પુત્રીને વિદાય આપતા ભાવુક જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે પૂજા ભટ્ટે કેપ્શનમાં લખ્યું કે, 'જ્યારે તમારામાં દિલથી બોલવાની અને સાંભળવાની ક્ષમતા હોય છે, તો બોલવાની જરૂર નથી.' પૂજા ભટ્ટે શેર કરેલી આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : શું હવે રણબીર-આલિયા ના લગ્ન નું રિસેપ્શન નહિ થાય? માતા નીતુ કપૂરે કર્યો આ ખુલાસો

પૂજા ભટ્ટે (Pooja Bhatt)એક ફેમિલી ફોટો પણ શેર કર્યો છે, જેમાં બધા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં મહેશ ભટ્ટ(Mahesh Bhatt) તેની પત્ની સોની રાઝદાન, બંને પુત્રીઓ, પુત્ર રાહુલ ભટ્ટ અને અન્ય તમામ સાથે જોવા મળે છે. આ તસવીર પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. આ સિવાય પૂજા ભટ્ટે આલિયા અને રણબીરની(Ranbir-Alia) મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો પણ શેર કરી છે, જે હવે ઈન્ટરનેટ(internet) પર ધૂમ મચાવી રહી છે.

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version