Site icon News Continuous Bureau | Mumbai

Mahhi Vij and Jay Bhanushali : લગ્નના 15 વર્ષ બાદ માહી વિજ અને જય ભાનુશાલી થશે અલગ: સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી દુઃખદ પોસ્ટ, કહી આવી વાત

Mahhi Vij and Jay Bhanushali : ટીવીના ‘પરફેક્ટ કપલ’ના સંબંધોમાં પડી તિરાડ; કોઈ કડવાશ વગર અલગ થવાનો લીધો નિર્ણય, બાળકોની પરવરિશ માટે મિત્રો બનીને રહેશે સાથે.

Mahhi Vij and Jay Bhanushali announce separation after 15 years of marriage

Mahhi Vij and Jay Bhanushali announce separation after 15 years of marriage

News Continuous Bureau | Mumbai

Mahhi Vij and Jay Bhanushali : ટેલિવિઝન જગતની સૌથી ચર્ચિત જોડી ગણાતા જય ભાનુશાલી અને માહી વિજે પોતાના 15 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે, તેઓ પતિ-પત્ની તરીકે હવે સાથે નહીં રહે, પરંતુ એકબીજા પ્રત્યે સન્માન અને મિત્રતાનો સંબંધ કાયમ રહેશે. છેલ્લા કેટલાક સમયથી તેમના અલગ થવાની અટકળો ચાલી રહી હતી, જેના પર તેમણે પોતે જ મહોર મારી દીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!

અલગ થવા પાછળના કારણો અને બાળકોની જવાબદારી

નિવેદનમાં જય અને માહીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ વિવાદ કે નકારાત્મકતાને કારણે લેવામાં આવ્યો નથી. તેમણે સમજદારીપૂર્વક પોતાના રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. બંનેએ ફેન્સ અને મીડિયાને અપીલ કરી છે કે આ નિર્ણયને કોઈ ડ્રામા કે વિવાદની જેમ ન જોવો, કારણ કે તેમના મનમાં એકબીજા પ્રત્યે કોઈ કડવાશ નથી.આ અલગાવની સૌથી ભાવુક બાજુ તેમના બાળકો છે. આ કપલે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા હંમેશા તેમના ત્રણ બાળકો રહેશે- તેમની જૈવિક પુત્રી તારા અને દત્તક લીધેલા બાળકો ખુશી અને રાજવીર. બાળકોના ઉછેર અને સુરક્ષા માટે તેઓ એક જવાબદાર માતા-પિતા તરીકે હંમેશા સાથે ઊભા રહેશે. જરૂર પડ્યે તેઓ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો બનીને બાળકોની ખુશીનું ધ્યાન રાખશે.


 ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી આ કપલ વચ્ચે બધું ઠીક નહોતું. જૂન ૨૦૨૪ પછી બંનેએ સાથે તસવીરો પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું અને ફેમિલી બ્લોગ્સ પણ આવતા બંધ થઈ ગયા હતા. જોકે, ઓગસ્ટમાં દીકરી તારાના જન્મદિવસે બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ ત્યારે પણ તેમની વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Exit mobile version