News Continuous Bureau | Mumbai
mahhi vij : ટીવીનું ફેમસ કપલ માહી વિજ અને જય ભાનુશાલી હેડલાઇન્સમાં રહેતા હોય છે, પરંતુ હવે તેમની દીકરી તારા પણ લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ માહી વિજે તેની પુત્રી તારાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે નમાઝ અદા કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ કેટલાક લોકો તારા પર ગુસ્સે થઈ ગયા અને તેના માટે નકારાત્મક ટિપ્પણીઓ કરવા લાગ્યા. સતત ટ્રોલિંગ જોઈને માહી વિજે હવે આનો જવાબ આપ્યો છે અને ટ્રોલ્સને આડે હાથ લીધા છે.
તારા નો નમાઝ અદા કરતો વિડીયો જોઈ ભડકી ગયા લોકો
જય ભાનુશાલી અને માહી વિજની દીકરી તારા નાની ઉંમરે જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. લાખો લોકો તેની સુંદરતાના પ્રેમમાં પડે છે. તાજેતરમાં જ માહીએ તારાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે નમાઝ અદા કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવતા જ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સતત નકારાત્મક ટિપ્પણીઓનો જવાબ આપતા માહી વિજે ટ્રોલનો જવાબ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Air India: Air India: 1946થી જાણીતા મહારાજ મેસ્કોટના શાસનનો અંત .. મહારાજાની વિદાય થશે… વાંચો અહીંયા સમગ્ર ઘટના…
મહી વીજે વિડીયો શેર કરી આપ્યો જવાબ
માહી વિજે લખ્યું, ‘આ તે બકવાસ લોકો માટે છે જેમણે ધર્મની મજાક ઉડાવી છે. તમે તારાને અનફોલો કરી શકો છો. તેણીને નફરત કરનારા નથી જોઈતા. એક માતા હોવાના નાતે હું જાણું છું કે હું શું શીખવી રહી છું. નાના મનના લોકોને શુભકામના. આટલો ધિક્કાર જોઈને દુઃખ થયું. મારી દીકરીની ચિંતા ન કરો, તમારા બાળકોને ભણાવો. આ મેસેજની સાથે તેણે તારાના એકાઉન્ટમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં માતા-પુત્રીની જોડી મંદિરમાં પ્રાર્થના કરતી જોવા મળી હતી.
આ પહેલા પણ માહી ત્યારે ખરાબ રીતે ટ્રોલ થઈ હતી જ્યારે લોકોએ 4 વર્ષની તારાના ચહેરા પર લિપસ્ટિક અને આઈ લાઈનર જોઈ હતી. આ અંગે પણ માહીએ લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
