Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ટીવી પર વાપસી કરી રહી છે માહી વીજ, આટલા વર્ષ બાદ કરશે કમબેક

Mahhi Vij: માહી વિજ કલર્સના નવા શો ‘સેહર હોને કો હૈ’થી ટીવી પર વાપસી કરશે, જય ભાનુશાલી સાથે છૂટાછેડા ની અફવાઓને ખોટી ગણાવી

by Zalak Parikh
Mahhi Vij Returns to TV After 9 Years, Shuts Down Divorce Rumors

News Continuous Bureau | Mumbai

Mahhi Vij: ટેલિવિઝન અભિનેત્રી માહી વિજ 9 વર્ષના લાંબા બ્રેક પછી ટીવી પર વાપસી કરી રહી છે. તે કલર્સ ટીવીના નવા શો ‘સેહર હોને કો હૈ’માં એક ટીનએજરની માતાની ભૂમિકા ભજવશે. આ શો લખનૌમાં શૂટ થવાનો છે અને માહીનું પાત્ર એક મજબૂત મુસ્લિમ માતાનું છે, જે પોતાની દીકરીના હક માટે લડે છે. 

આ સમાચાર પણ વાંચો : Baahubali The Eternal War: એપિક પછી હવે એનિમેટેડ અવતારમાં આગળ વધશે ‘બાહુબલી’, રિલીઝ થયું ‘બાહુબલી: ધ ઇટર્નલ વોર’ નું ટીઝર

છૂટાછેડા ની અફવાઓ પર માહીનો જવાબ

માહી વિજ અને જય ભાનુશાલી ના છૂટાછેડા ની અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં તો એમ પણ દાવો થયો કે માહીએ 5 કરોડની એલિમની ની માંગ કરી છે. માહીએ પોતાના વ્લોગમાં આ અફવાઓને ખોટી ગણાવી અને કહ્યું કે “તમે કાગળ બતાવો, અમે કંઈ કહ્યું નથી.” તેણે કાનૂની પગલાં લેવાની ચેતવણી પણ આપી.માહીએ કહ્યું કે જય તેનો પરિવાર છે અને હંમેશા રહેશે. તે એક સારા પિતા અને સારા માણસ છે. માહીએ કહ્યું કે “અમે પબ્લિક ફિગર છીએ, પણ અમારી પર્સનલ લાઈફ છે, જેની મર્યાદા હોવી જોઈએ.” જય ભાનુશાલીએ પણ માહીના નવા શોનો પ્રમોશન કરીને સમર્થન આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mahhi Vinod Vij (@mahhivij)


સેહર હોને કો હૈ’ શો એક ભાવનાત્મક વાર્તા છે, જેમાં પરિવાર, સંબંધો અને ધર્મના તણાવને દર્શાવવામાં આવશે. માહી વિજ અને પાર્થ સમથાન મુખ્ય પાત્રમાં છે. શોનું ટીઝર 29 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયું હતું અને દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More