Site icon

માહી ગિલે કર્યા ગુપચુપ લગ્ન, 47 વર્ષની ઉંમરે આ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે કર્યો પસંદ

બોલિવૂડ એક્ટ્રેસ માહી ગિલે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. 47 વર્ષની ઉંમરે માહી ગીલે આ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે.

mahie gill secretly married to her boyfriend ravi kesar

માહી ગિલે કર્યા ગુપચુપ લગ્ન, 47 વર્ષની ઉંમરે આ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે કર્યો પસંદ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ માહી ગિલની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે જેઓ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. તેણે પોતાના કરિયરમાં ‘દેવ ડી’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. 47 વર્ષની માહી ગિલ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માહી ગીલે લગ્ન કરી લીધા છે. માહી ગિલના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. આવો જાણીએ માહી ગીલે કોની સાથે લગ્ન કર્યા છે

Join Our WhatsApp Community

 

માહી ગિલે કર્યા બોયફ્રેન્ડ સાથે લગ્ન

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે માહી ગીલે એક્ટર અને આંત્રપ્રિન્યોર રવિ કેસર સાથે લગ્ન કર્યા છે . એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે માહી ગિલે એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા લગ્નની વાત કબૂલ કરી લીધી છે. આ બંને ગોવા શિફ્ટ થઈ ગયા છે અને માહી ગિલની દીકરી વેરોનિકા પણ તેમની સાથે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગભગ છ મહિનાથી રિલેશનશિપમાં છે. જણાવી દઈએ કે માહી ગિલ અને રવિ કેસર એ વર્ષ 2019 માં વેબ સિરીઝ ફિક્સર માં સાથે કામ કર્યું હતું. 

માહી ગિલ છે એક પુત્રી ની માતા 

જણાવી દઈએ કે વર્ષ 2019 માં માહી ગીલે ખુલાસો કર્યો હતો કે તે એક પુત્રીની માતા છે. તેની આ વાતે લોકોને ચોંકાવી દીધા હતા. માહી ગિલે એ પણ કહ્યું હતું કે કેટલાક અંગત કારણોસર તેણે તેની પુત્રી વેરોનિકાની તસવીર બતાવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે માહી ગીલે ફિલ્મોમાં આવતા પહેલા પંજાબી બિઝનેસમેનના પુત્ર સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા.માહી ગિલના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં ફિલ્મ ‘હવાઈન’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, માહી ગિલને વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવ ડી’થી ઓળખ મળી હતી. આ પછી માહી ગીલે ‘ગુલાલ’, ‘દબંગ’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’, ‘પાનસિંહ તોમર’, ‘બુલેટ રાજા’, ‘અપરાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version