News Continuous Bureau | Mumbai
1997માં આવેલી ફિલ્મ 'પરદેસ'થી(Pardes) બોલિવૂડમાં ડેબ્યૂ(bollywood debut) કરનાર અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર(Mahima Chaudhary breast cancer) સામે ઝઝૂમી રહી છે. આ અંગે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે (Anupam Kher)તેમનો એક વીડિયો શેર કર્યો હતો.બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે એક વીડિયો શેર કરતાની સાથે જ માહિતી આપવામાં આવી હતી કે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તે પછી, પરદેશ ફિલ્મ અભિનેત્રી કેવી રીતે આ ગંભીર રોગ સામે લડી રહી છે તેની ચર્ચા સર્વત્ર તેજ થઈ ગઈ. એવી અટકળો પણ શરૂ થઈ હતી કે મહિમા ચૌધરીએ અમેરિકામાં (America)તેની સારવાર કરાવી છે. પરંતુ હવે મહિમા ચૌધરીએ આ બધી બાબતો પર પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તે 3-4 મહિના પહેલા બ્રેસ્ટ કેન્સરથી(recover breast cancer) સાજી થઈ ગઈ છે.
વાસ્તવમાં, અનુપમ ખેરના વિડિયો પછી, મહિમા ચૌધરીના ઝડપી સ્વસ્થ થવા માટે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ નો વરસાદ વહેવા લાગ્યો. પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિમા ચૌધરીએ લગભગ 3-4 મહિના પહેલા આ ગંભીર બીમારીને હરાવી હતી. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન મહિમા ચૌધરીએ હાલમાં જ કહ્યું હતું કે, 'મારો વીડિયો કદાચ કોઈએ સાંભળ્યો નથી. દરેક વ્યક્તિને લાગે છે કે હું હજી પણ સ્તન કેન્સર (breast cancer)સામે લડી રહી છું, હું તેમને કહી દઉં કે હું પહેલેથી જ સાજી થઇ ગઈ છું સૌથી મોટી વાત એ છે કે હું બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે અમેરિકા(America) નહોતી ગઈ , મેં મુંબઈમાં(Mumbai) જ રહીને તેની સારવાર કરાવી છે.’બ્રેસ્ટ કેન્સર દરમિયાન મહિમા ચૌધરીને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું, તેણે પોતાની પીડાને બધાની સામે મૂકી હતી. મહિમા ચૌધરીએ કહ્યું કે, 'જ્યારે હું કેન્સરથી પીડિત હતી. ત્યારબાદ મારી પુત્રી આર્યના એ શાળાએ જવાનું બંધ કરી દીધું. તેણે મને કહ્યું કે જો તે ઘરની બહાર જશે, તો તેને કોવિડ 19નું (Corona)જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તે તેની માતાને કોઈ જોખમમાં મુકવા નહોતી માંગતી.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા ના સેટ પરથી વાયરલ થયો પોપટલાલ ના બાથરૂમનો વિડીયો-સેટ જોઈ ચાહકો રહી ગયા દંગ
તમને જણાવી દઈએ કે મહિમા ચૌધરીએ 'દાગઃ ધ ફાયર', 'કુરુક્ષેત્ર', 'ધડકન', 'લજ્જા', 'બાગબાન', 'ઓમ જય જગદીશ', 'દિલ હૈ તુમ્હારા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 2016માં આવેલી ફિલ્મ 'ડાર્ક ચોકલેટ'માં જોવા મળી હતી.મહિમા ચૌધરી ટૂંક સમયમાં અનુપમ ખેર સાથે ફિલ્મ ધ સિગ્નેચરમાં )The signature)જોવા મળશે.